ગુજરાતમાં કોરોના કરર્ફ્યૂનો ભંગ કરનાર લોકો સામે પોલીસ કરશે આવી કાર્યવાહી….

કોરોના સંક્રમણની બીજી લહેર ગુજરાતમાં ખતરનાક સાબિત થઇ રહી છે. કોરોના મહામારીમાંને કાબુમાં લેવા માટે હવે રાત્રિ કરર્ફ્યૂ અને ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ દંડો વીઝશે. ગુજરાત પોલીસ માસ્ક ના પહેરનારા લોકો સામે, ટોળા ભેગા થાય તેવા ધાર્મિક સામાજિક કાર્યક્રમો, અનુમતિથી વધુ લોકો ધરાવતા લગ્ન કે અંતિમ વિધિ પ્રસંગો દરમિયાન આયોજકો ઉપરાંત જે તે વિસ્તારના અને ગામના સરપંચ, પંચાયતના સભ્યો સહિતના જવાબદાર લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

ગુજરાતમાં કોરોનાના કેસનો પોઝિટિવ રેશિઓ 9 ટકાની આસપાસ છે જ્યા કેસો વધારો થશે ત્યા રાત્રિ કરર્ફ્યૂ લાદવામાં આવી શકે છે.

રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે, રાજ્યમાં 56,616 પોલીસ જવાનો, 89 SRPF કંપની, 13,361 હોમગાર્ડ જવાનો, 29,444 GRD જવાનો અને 7,620 ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત 1 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરાયાં છે. ગુજરાતમાં પ્રવેશતા લોકોના RTPCR ટેસ્ટ ચેક કરવા માટે 50 ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરાઇ છે.

ગુજરાતમાં કોરોનાની ચેઇન તોડવા માટે 29 સહિત અન્ય શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં 36 શહેરોમાં 12 મે સુધી રાત્રિ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી તથા વિસનગર સહિતના શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ છે.

ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 12,545 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીને કારણે 123 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3884 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 16 લોકોના મોત થયા છે.

સુરત શહેરમાં પણ 1039 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 9 લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા શહેરમાં 638, રાજકોટ શહેરમાં 526 પોઝિટિવ કેસ નોંધાયા છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *