દારૂબંધી!! C.R પાટીલના અંગત અને ભાજપના ઉમેદવારની દારૂ મહેફીલની તસવીરો વાઈરલ… જુઓ અહીં…

હાલ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં હવે ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ના અંગત અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ૨૪ ના ઉમેદવાર દારૂ પાર્ટી કરતાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો ફરી એક ‌વખત સામ-સામે આવી ગયા છે.

હાલ સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ના અંગત અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 24 ના ઉમેદવારની એક તસવીર વાયરલ થઈ રહી છે. મતદાન પહેલા વાયરલ થયેલા ફોટાને કારણે ભાજપને ઝટકો લાગી શકે છે. જોકે, વાયરલ થયેલા ફોટા અંગે ઉમેદવારે ખુલાસો આપતા કહ્યું કે, આ ફોટો એડિટિંગ દ્વારા બનાવામાં આવ્યો છે, તેમણે આવી કોઈ દારૂની પાર્ટીમાં હાજરી આપી જ નથી.

ઉમેદવારે આરોપ પણ મૂક્યો છે કે, આ ફોટો તેમના વિરોધી એવા આમ આદમી પાર્ટી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. ફોટામાં હું પાર્ટી કરવા બેઠો છું તેવું ક્યાંય દેખાતું નથી. આમ મને અને મારી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *