પાસના ગબ્બરનો હુંકાર :- જે પક્ષ પાટીદારના હિતને મહત્વ આપશે તેમને…

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અલ્પેશ કથીરિયા થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા બાદ પાટીદાર આંદોલનનાં બાકીના મુદ્દે લડત ફરીથી ચાલુ થઈ રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં 2015માં હાર્દિક પટેલના નેતૃત્વ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે આવતાં વર્ષે આવી રહેલી ગુજરાત વિધાનસભાની પહેલાં સક્રિય થઈ રહ્યું છે.

ધાર્મિક માલવીયાએ કહ્યું કે ઘણી બધી માંગણીઓને લઇને અત્યાર સુધી સુષુપ્ત રહેલું આ આંદોલન ફરીથી જીવંત થશે અને તેમાં પાટીદારોની દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાનો સહયોગ રહેશે. પાસ રાજકીય રીતે એવાં પક્ષને સમર્થન કરશે, જેના ચૂંટણી એજન્ડામાં તેમના સમાજના હિતને ધ્યાને લેવામાં આવશે.

ધાર્મિકે કહ્યું કે હાલ તેઓને કોઇ પક્ષનો ટેકો નથી, પરંતુ આમ આદમી પાર્ટીને જો માફક હોય તો તેઓ સાથે આવી શકે છે. સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણી વખતે પાસે આપનું સમર્થન કર્યું હતું તે જે તે સમય સંજોગોને આધિન કર્યું હતું, તેવી જ પદ્ધતિ હવે પછી પણ અપનાવાશે. દરેક જિલ્લા સ્તરે પાસની સમિતીઓ સક્રિય બનાવી તમામ લોકોને તેમની સાથે જોડાવવા અપીલ કરાશે.

શનિવારે આ સમિતિના સભ્યો સરદાર પટેલ સેવા ગૃપને સાથે રાખી ઊંઝા ઉમિયા માતા મંદિર જશે અને ત્યાં સરદાર પટેલ ગૃપના લાલજી પટેલની સાથે મુલાકાત કરશે. ત્યારબાદ રવિવારે સવારે સાળંગપુર હનુમાન દાદા ના દર્શનાર્થે જશે. તે પછી તેઓ કાગવડ ખોડલધામ મંદિરે પણ જશે. આ આંદોલનમાં તેઓ ઉમિયા ધામ, ખોડલધામ અને સરદાર ધામ જેવી તમામ સહયોગી સંસ્થાઓનો સાથ લેશે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.