સોશિયલ મીડિયા માં આજે ફરી રહેલ લગ્ન પ્રસંગ માં સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ બદલ સુરત મહાનગર પાલિકા એ પાંચ હજાર નો દંડ કર્યો એ સ્લીપ ની પ્રતિક્રિયા માં ગુજરાત પાસ ના કન્વીનર અલ્પેશ કથીરિયા એ કહ્યું કે….
જો દંડની રકમ પરત નહીં થાય તો SMC માટે ભીખ માગી ફાળો ઉઘરાવશું...

પાસ અગ્રણી અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે , મારી સોસાયટીથી માત્ર દોઢ કિલોમીટર દૂરની વાડીમાં જ આ ઘટના બની છે . મારે એટલું જ કહેવાનું કે રાજકીય લોકોની રેલીમાં હજારો લોકો જોડાય એ પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટસિંગનો ભંગ કર્યો ત્યારે પોલીસ કે પાલિકાએ કોઈ પણ પ્રકારની કાયદાકીય કે દંડાત્મક કાર્યવાહી કરી નથી . પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે કોરોના સમયમાં ધધો – રોજગાર બંધ હોવા છતાં પણ લગ્ન પ્રસંગમાં જે પણ દંડની કાર્યવાહી કરી છે , એ વખોડવાલાયક છે . જો દંડની રકમ પરત નહિ આપે પાલિકા તો પાસ ના કાર્યકર્તાઓ અને અન્ય સામાજિક સંસ્થાઓ એક થઇ SMC માટે ભીખ માગી ફાળો ઉઘરાવશે …

સમાજ અને નાના મઘ્યમવર્ગીય લોકો માટે આવા સમયે લડવા તત્પર રહેનાર અલ્પેશ કથીરિયા ના સપોર્ટ માં લોકોએ પાલિકા વિરુદ્ધ લડવા ની ફૂલ તૈયાર બતાવી..
લોકોએ સોશિયલ મીડિયા માં બળાપો કાઢતા કહ્યું..
શુભ અવસર પર આવી ખોટી રીતે હેરાન કરવા એ એક દીકરીનો બાપ જ જાણે તે વ્યથા..”