માં ઉમાં ખોડલ ના આશિષ થી અને સમાજ ના આગેવાનો ના સહિયારા પ્રયાસો થકી આજે પાટીદાર અનામત આંદોલન નું સુકાન જેના શિરે છે ને હજારો યુવાનો ના રાહબર છે તેવા પાટીદાર સમાજ ના યુવાન અલ્પેશ કથીરીયા ને આજ રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે, તે તકે ન્યાયાલય અને આ પ્રક્રિયા માં મદદ કરનાર સૌ કોઈ નો આભાર વ્યક્ત કરીએ છીએ.
જાણો શું ઘટના બની હતી..!?
પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા અલ્પેશ કથીરીયાની 14 માચૅનાં રોજ એસઓજી દ્નારા ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં ગયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી કાયૅકતૉઓ સાથે થયેલ ધમાલ મામલે અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વેલંજા પ્રાથમિક શાળામાં બીટીપીનાં કાયૅકતૉઓ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. ત્યારબાદ આ મામલે બીટીપી તરફથી ફરિયાદ દાખલ થતાં એટ્રોસીટી એકટ હેઠળ પાસ નેતા અલ્પેશ કથીરીયાની ધરપકડ કરવામાં આવી હતી.
અલ્પેશ કથીરિયા કોણ છે..!!?
મૂળ અમરેલીના ગોખરવાડાના રહીશ અલ્પેશ કથીરિયાના પિતા રત્નકલાકાર છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. સ્નાતક થયા બાદ વર્ષ 2012 માં એલએલબીના કોર્ષમાં તેમને પ્રવેશ લીધો ત્યારે તેમણે અનુભવ્યુ કે પાટીદાર સમાજના યુવાનો અનામતને કારણે અભ્યાસમાં પાછળ રહ્યા છે.
જેથી સમાજના ગરીબ યુવાનોને પ્રવેશ,આગળના અભ્યાસ માટે સ્કોલરશીપ મળવી જોઈએ અને સમાજના ગરીબ પાટીદારોને પણ આવી સુવિધાઓ મળવી જોઈએ તેવા નીર્ધાર સાથે અન્યાય સામે અવાજ ઉઠાવવા પાટીદાર સમાજ માટે આંદોલન કર્યું હતું અને આજે તેના કારણે સરકાર દ્વારા EWS એટલે કે આર્થિક રીતે પછાત લોકો કોઈ પણ જ્ઞાતીનો હોય તેને અનામત મળવું જોઈએ તેના ઉપર અમલ પણ ચાલુ થઈ ગયો છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…