કોરોના કાળ દરમિયાન પણ સુરતમાંથી અંગદાન થવાનો સીલસીલો યથાવત રહ્યો છે. લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ કામિનીબેન ભરતભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાં દાનની આ સૌપ્રથમ ઘટના છે.
સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 46 વર્ષીય મહિલામાં સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જ્યારે સુરતથી હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જલગાંવ, મહારાષ્ટ્રની રહેવાસી 31 વર્ષીય મહિલામાં કીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જયારે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ અને બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.
બારડોલી તાલુકાના ટીમ્બરવા ગામમાં આવેલા ટેકરા ફળિયામાં રહેતા કામિનીબેન ભરતભાઈ પટેલ (ઉ.વ.46) ગત તા.17મીએ સવારે પથારીમાંથી ઉભા થવા જતા તેઓ ઉભા થઈ શક્યા નહોતા. જેને પગલે પરિવારે ડોક્ટરને બોલાવી તપાસ કરાવતા કામિનીબહેનનું બ્લડપ્રેશર ખુબ જ વધી ગયું હોવાની ખબર પડી હતી.
ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં સીટી સ્કેન સહિતની તપાસ કરાવતા કામિનીબેનને બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થતાં વધુ સારવાર માટે સુરતની શેલ્બી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.દિવ્યાંગ શાહની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. ન્યુરોસર્જન ડૉ.મિલન સેજલીયાએ ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
દરમિયાન ગત તા. 5મીએ તબીબોની ટીમે કામિનીબેનને બ્રેઈનડેડ ઘોષિત કર્યા હતા. ત્યારબાદ પરિવારે કામિનીબેનનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લેતા ડોનેટ લાઈફની ટીમનો સંપર્ક કરી તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન મળ્યું હતું.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…