ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત અંગદાન કરવામાં આવ્યું છે . અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના કિડની અને લિવરનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય લેતા સુરતની ડોનેટ લાઇફ સંસ્થા અને અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલના પ્રયાસોથી આ કામગીરી કરવામાં આવી હતી.
કિડની તેમજ લીવર અમદાવાદની હોસ્પિટલમાં લઇ જઇ ૩ વ્યક્તિને નવ જીવન આપવામાં આવ્યું હતું . અંગદાન એ મહાદાન આ સૂત્ર આપણે ઘણી વાર વાંચ્યું કે સાંભળ્યું હશે . ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં પ્રથમ વખત આ સૂત્ર સાર્થક થયું છે.
સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલ કુમકુમ બંગલોઝમાં રહેતા ૬૦ વર્ષીય કાંતિભાઇ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પર પસાર થઇ રહ્યા હતા એ દરમ્યાન રાયમાં ગામ નજીક માર્ગમાં ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો હતો, આથી તેઓને પ્રાથમિક સારવાર હાંસોટ સરકારી દવાખાને આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જો કે ગંભીર ઇજાના પગલે હોસ્પિટલના તબીબોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા . આથી તબીબોએ પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે માહિતી આપી પરિવારજનોએ અંગદાન માટે સહમતી આપી હતી . સુરતની લાઇફ ડોનેટ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે જરૂરી મંજૂરી લઈ અંકલેશ્વર પહોંચ્યા હતા .
જ્યાં જરૂરી તબીબી કામગીરી કરી કાંતિભાઇના શરીરમાંથી બે કિડની અને લીવર કાઢવામાં આવ્યા હતા . તેઓની કિડની અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવી, તો લીવરનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એકદદીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે .
આમ બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરના અંગોના કારણે ૩ વ્યક્તિને નવજીવન મળ્યું છે . આ કામગીરીમાં સુરતની ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલા , પ્રતિનિધિઓ અને અંકલેશ્વરની જયાબહેન મોદી હોમ્બિટલના તબીબોએ સરાહનીય કામગીરી કરી હતી.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…