સોનુ સૂદ દ્વારા વધુ એક મદદ, ઘરે પરત ફરતા ઈજાગ્રસ્ત અને મૃત્યુ પામેલા 400 પરપ્રાંતિયોના પરિવારને કરશે મદદ

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ હજી પણ બસ, ટ્રેન અને ફ્લાઇટ દ્વારા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવાનું કામ કરી રહ્યો છે. અભિનેતાના આ પગલાંને દરેક લોકો બિરદાવી રહ્યા છે. સોનુ સૂદ પાસેથી, લોકો હજી પણ ટ્વિટર દ્વારા મદદની માંગ કરી રહ્યા છે. સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરો અને કામદારો માટે સંપૂર્ણ મસીહા બની ગયો છે. હવે એક પગલું આગળ જતાં, સોનુ સૂદ ઘરે જતાં ઈજાગ્રસ્ત થયેલા તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારને મદદ કરશે.

સોનુ સૂદ અને તેની ટીમ તેમના ઘરે પરત ફરતા મૃત્યુ પામેલા અથવા ઈજાગ્રસ્ત થયેલા 400 પરપ્રાંતિય મજૂરો અને કામદારોના પરિવારોને મદદ કરશે. સોનુ અને તેની મિત્ર નીતિ ગોયલ હવે આ પરિવારો, બાળકોના શિક્ષણની આર્થિક સહાય સહન કરશે. આ મજૂરો અને કામદારોના પરિવારો પાસે આવકનો કોઈ સ્રોત નથી.

સોનુ સૂદ અને તેની ટીમ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને મૃતકો અને ઘાયલ મજૂરો અને કામદારો વિશે માહિતી માંગી છે. આ માહિતીમાં તેમના પરિવારોનું સરનામું અને બેંકની માહિતી શામેલ હશે, જેથી ભંડોળ સીધા તેમના ખાતામાં સ્થાનાંતરિત થઈ શકે. આ ઉપરાંત સોનુ સૂદ અને તેની ટીમ આ મજૂરો અને કામદારોના બાળકોના શિક્ષણ માટે અને તેમના મકાનો બનાવવા માટે આર્થિક મદદ કરશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.