ફરી એક વખત કોલકાતાથી આ 6 શહેરો માટે ફ્લાઇટ્સ બંધ,જાણો વિગતે..

કોરોના વાયરસના કેસ જોતા પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાથી ઉડનાર દિલ્હી, મુંબઈ, પૂણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઇટ્સને તત્કાલ રદ કરી દીધી છે.

કોલકાતા એરપોર્ટથી ઉડનાર ઘરેલું ઉડાનો પર 6 થી 19 જુલાઈ વચ્ચે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બે સપ્તાહ માટે ઘરેલું ફ્લાઇટને સસ્પેન્ડ કરવા બંગાળ સરકારની વિનંતીને સ્વિકાર કરી લીધી છે.

પશ્ચિમ બંગાળ સરકાર તરફથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે દિલ્હી, મુબંઈ, પૂણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદમાં કોરોના મહામારીના કેસ ઝડપથી વધી રહ્યા છે, એવામાં આ શહેરો માટે ફ્લાઇટ્સની અવર-જવર થાય તો કોલકાતામાં કોવિડ-19 ના કેસમાં વધારો થઈ શકે છે.

આ પહેલા પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રને પત્ર લખીને દેશભરના પ્રમુખ વાયરસ હૉટસ્પોટથી રાજ્ય માટે ઉડાનોના સંચાલનને રોકવા માટે કહ્યુ હતું.

પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના અત્યાર સુધી 20,488 કેસ આવ્યા છે. જેમાં 6200 એક્ટિવ કેસ છે. જોકે એક્ટિવ કેસોની સરખામણીમાં સાજા થવાવાળા લોકોની સંખ્યા 13,571 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 534 દર્દીઓને રજા આપવામાં આવી છે.

જ્યારે રિકવરી રેટ 66.23 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રાજ્યમાં 18 લોકોના મોત થયા પછી મૃત્યુ પામનારનો આંકડો વધીને 717 થઈ ગયો છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *