નિકોલમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવતા બિઝનેસમેનને પુત્રીના ફોટો-કલીપો વાયરલ કરવાની ધમકી આપી રૂ.15 લાખની ખંડણી માગવામાં આવી હતી. ઓઢવ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ગર્લફ્રેન્ડ સાથે મળી બનાવેલી ખંડણીની યોજના ક્રાઈમ બ્રાન્ચે જ ફ્લોપ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચએ ઓઢવ પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ દશરથસિંહ નવલસિંહ પરમારને મંગળવારે ડિટેઇન કર્યો છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ રૂપલ પ્રવીણભાઈ મહેસૂરિયા રહે, નિકોલની તપાસ ચાલુ છે.
પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ ત્રણ પુત્રીના પિતા અને નિકોલમાં રહેતા બિઝનેસમેન પર અજાણ્યા નંબર પરથી મિસ કોલ આવ્યો જે નંબર પર ફોન કરતા સામે છેડે રહેલા વ્યક્તિએ બિઝનેસમેનનું નામ ખરાઈ કરી ફોન મૂકી દીધો હતો. બાદમાં ફોન કરનાર વ્યક્તિએ વ્હોટ્સ એપ મેસેજ કર્યો જેમાં લખ્યું હતું કે, તારી મોટી પુત્રી કોલેજમાં શુ કરતી અને કોની જોડે ફરતી હતી. તે તમામ ફોટો અને કલીપો મારી જોડે છે. બધું જાહેર કરીશ મારે રૂ.15 લાખની જરૂર છે.