મંત્રીઓની સંખ્યા વધી પણ રસી નહીં : રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ…

મોદી સરકારે તાજેતરમાં કરેલા કેબિનેટ વિસ્તરણ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં મંત્રીઓને સમાવવામાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ સાથે રાહુલ જોડીને સરકારને ટોણો માર્યો છે. એક મીડિયા રિપોર્ટને ટેગ કરીને રાહુલ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મંત્રીઓની સંખ્યા વધી પણ વેક્સીનની નહીં.

ઉલ્લેખનીય છે, રાહુલ ગાંધીએ જે મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો છે તેમાં કહેવાય છે કે, ભારતમાં રોજ ૮૮ લાખ વેક્સીન ડોઝ આપવામાં આવે તો પણ ડિસેમ્બર સુધીમાં ૬૦ ટકા વસતીનું રસીકરણ થશે અને તેનાથી કોરોનાની ત્રીજી લહેરને રોકવામાં મદદ મળી શકે છે.

હાલમાં ભારતમાં રોજ ૩૪ લાખ ડોઝ અપાઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પહેલા કેન્દ્રમાં સ્વાથ્ય મંત્રીના પદ પરથી ડો.હર્ષવર્ધનને હટાવવા પર પણ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, એનો મતલબ એ થયો કે, હવે દેશમાં રસીની ખોટ નહીં પડે. જોકે રાહુલ ગાંધી પર પલટવાર કરતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યુ છે કે, રાહુલ ગાંધી બિનજવાબદાર રીતે વર્તન કરી રહ્યા છે અને કારણ વગર ટીકા કરી રહ્યા છે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.