ગત વર્ષના કોરોનાકાળથી લઈને અત્યાર સુધીના સમયમાં બોલિવૂડ એક્ટર સોનુ સુદ લોકોની મદદ કરતા નજરે પડે છે. તે સતત પોતાના તરફથી લોકોને મદદ કરી રહ્યા છે. લોકો વચ્ચે સોનુ રિલ લાઈફમાંથી રિયલ લાઈફમાં પણ હિરો સાબિત થઈ રહ્યો છે. સોનુ સુદનુ માનવુ છે કે, આપણે લોકો બીજી લહેર માટે જરાં પણ તૈયાર નહોતા. એટલા માટે સોનુ સુદે હવે ત્રીજી લહેરની તૈયારી શરૂ કરી દીધી છે.
સોનુ સુદ જણાવ્યા અનુસાર, તે ચીન, ફ્રાન્સ અને તાઈવાનની કંપનીઓ સાથે મળીને ભારતમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા પર કામ કરી રહ્યો છે. જેથી દેશમાં જો ત્રીજી લહેર આવે તો, આપણે તેની સામે લડી શકીએ.
વધુમાં જણાવ્યું કે, તે ટૂંક સમયમાં જ ઓક્સિજન પ્લાન્ટ લગાવતી કંપનીઓ સાથે વાત શરૂ કરી દેશે. તેને આ માટે સેટઅપ પણ મળી ગયો છે. જેનાથી દેશના કેટલાય રાજ્યોમાં જેમ કે, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઓક્સિજન પ્લાન્ટ મળી જશે.
સોનુ સુદ અને તેમની ટીમ સતત લોકોના સંપર્કમાં છે. સોનુ સુદની ટીમમાં પણ લોકો હવે વધવા લાગ્યા છે. તેમનુ કહેવુ છે કે, ખાલી 400 લોકો તો દર્દીઓના ફોન રિસીવ કરવામાં લાગેલા છે. કોરોના સામે બીજી લહેરમાં લડી રહેલા દેશ પર સોનુએ કહ્યુ હતું કે, આપણી જીડીપીના ફક્ત 1-2 ટકા સ્વાસ્થ્ય સેવા પર ખર્ચ કરવામાં આવે છે. અને આજ કારણ છે કે, આપણે આ મહામારી સામે તૈયાર નથી, આપણે એ માનવુ પડશે કે, આ આપણાથી મોટી ભૂલ થઈ ગઈ છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…