પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા નીતિન પટેલનું મહત્વનું નિવેદન…

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા અંગે કહ્યુ કે, રાજ્યમાં વેટ ઓછો હોવાને કારણે ગુજરાતની પ્રજાને અમે ભાર પડવા દીધો નથી.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે નીતિન પટેલે કહ્યુ કે, ” સૌથી પહેલા ગુજરાત સરકાર તરીકે, ગુજરાતના નાણા પ્રધાન તરીકે હું કહીશ કે આખા દેશની અંદર અત્યારે પેટ્રોલ-ડીઝલનો જે વેટ છે તેનો જે ટેક્સ છે આખા ભારતની અંદર ગુજરાતમાં ઓછો છે. મીડિયા-છાપામાં તમે જે જોવો છે અન્ય રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની જે કિંમતો છે તે આખા ગુજરાતમાં વેટ ઓછો હોવાને કારણે પ્રજાને ભાર પડવા દીધો નથી.”

વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, બીજી જે અગત્યની વાત છે, ભારતમાં કુદરતી ક્રૂડ ઓઇલ વગેરે તેલ મળવાનું મર્યાદિત પ્રમાણમાં છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ જે માહિતી જાહેર કરી તે પ્રમાણે 85 ટકા કરતા વધુ ક્રૂડ ઓઇલ પ્રદેશથી આયાત કરવુ પડે છે. આવા સંજોગોમાં જે પહેલા 51-52 ડોલર બેલરની કિંમત હતી તે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો તે 60 ડોલરથી વધુ થઇ છે એટલે સ્વાભાવિક છે કે તેની કિંમતમાં વધારો થયો છે.

કોરોનાની મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘટી ગઇ પછી તે ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, પછી જે ખુબ મોટો ખર્ચો થયો, તેને ધ્યાનમાં રાખી વડાપ્રધાને બજેટમાં નિર્મલા સીતારમણે ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ ઉત્પાદનમાં ભાવ સારા મળે તે માટે સેસ રાખી છે તેમાં પેટ્રોલ-ડીઝલ પણ આવે છે, સામે ભારત સરકારે એક્સાઇઝ જે હતી ક્રૂડ અને પેટ્રોલ-ડીઝલ કે ગેસ ઉપરની તેમાં ઘટાડો કરી દીધો છે એટલે પ્રજા પર કોઇ સીધો બોઝો એક્સાઇઝનો વધારાનો આવ્યો નથી.

હું ચોક્કસ કહી શકું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા તે પેરેરલ આ ભાવ વધ્યા છે. આપણે આશા રાખીયે કે ક્રૂડ ઓઇલમાં આ ભાવ ઘટાડો ઝડપથી આવે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *