કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને જયશ્રી બ્યુટી & બ્રાઇડલ સ્ટુડિયોની સમાજમાં પિતા વિહોણી દિકરી માટે ની સરાહનીય પહેલ…

હાલનાં આધુનિક સમયમાં દરેક પરિવાર ને પોતાનું ભરણપોષણ કરવા કોઇને કોઇ કાર્ય કરવું જ પડે છે. ત્યારે સુરત શહેરમાં કાર્યરત કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ની યુવાટીમ દરેક પરિસ્થિતિમાં લોકોની પડખે ઉભી રહી છે અને યોગ્ય મદદરૂપ પણ બની શકી છે ત્યારે આવનારા સમયમાં કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ યુવાટીમ અને જયશ્રી બ્યુટી & બ્રાઇડલ સ્ટુડિયો ની સહમતિ થી સમાજમાં એક રોજગાર લક્ષી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે અને એક નવી પહેલ ની શરૂઆત કરી છે.

પિતા વિનાની દિકરી પોતાના પરિવાર ને મદદરૂપ બની રહે અને પોતાના પગ પર ઉભી રહે તે માટે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ની યુવાટીમ અને જયશ્રી બ્યુટી & બ્રાઇડલ સ્ટુડિયો ના સ્થાપક જયશ્રી ધામેલીયા દ્રારા એક રોજગાર લક્ષી કાર્યની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં બ્યુટી પાલૅર ને લગતા કોર્સ જેવા કે હેર સ્ટાઇલ , નેઇલ આર્ટ, પ્રિ-બ્રાઇડલ , પ્રિ-વેડિંગ મેકઅપ, સેલ્ફ કોર્સ, ફુલ કોર્સ, હેર કલર, હેર ટ્રીટમેન્ટ, હેર સ્પા, હેર કટ, ફેસીઅલ વગેરે જેવા કોર્સમાં એડમિશન આપી દિકરી ને પગભર કરવામાં આવશે અને પોતાનો નાનો વ્યવસાય શરૂ કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

આ કોર્સ શીખવા માટે ની કોઇ ફી લેવામાં આવશે નહિ, પરંતુ જે કંઇ મેકઅપ કીટ અને કોસ્મેટિક સાધન – સામગ્રી લેવાની થશે તેનો જ ખર્ચ રૂપિયા 5000 ચુકવવાનો રહેશે.

કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ યુવાટીમ દ્રારા યોગ્ય તપાસ કરીને જરૂરિયાત મંદ બહેનો હશે તો તેમની ફી માટે ની પણ વ્યવસ્થા અમારા કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર વતી કરી આપવામાં આવશે. આ ઉપરાંત, અમારી આ સેવા સદંતર ચાલુ રહે તે માટે અમે આપની પાસે યોગ્ય દાનની અપેક્ષા પણ ઇચ્છીએ છીએ. જેથી જરૂરિયાત મંદ લોકોની પડખે અમે ઉભા રહી શકીએ.

દાન નોંધાવવા માટે ની વિગતો આ મુજબ છે :

NAME – KALYAN CHARITABLE TRUST
BANK NAME – AXIS BANK
ACCOUNT TYPE – CURRENT
BANK A/C – 921020037756374
RTGS / NEFT IFSC – UTIB0004515
BRANCH – UTRAN , SURAT

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *