છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ સરકારમાં રાજકીય ગરબડ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલતી પરસ્પરની લડત હવે પુરી થઈ છે. લાંબા સમયથી ગુસ્સે રહેલા પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા પંજાબ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. સિદ્ધુને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે સહી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સિદ્ધુની નિમણૂંક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંગતસિંહ ગિજિયાં, સુખવિંદર સિંહ દૈની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરાને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.
કેટલાક સાંસદો આ નિર્ણયની વિરુદ્ધ છે
પંજાબના કોંગ્રેસના સાંસદોએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાતની માંગ કરી છે અને સૂત્રોનું કહેવું છે કે તેમાંના મોટા ભાગના મંતવ્ય છે કે નવજોતસિંહ સિદ્ધુને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત ન કરવા જોઈએ. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને ગૃહોના કોંગ્રેસના સાંસદો રવિવારે બપોરે રાજ્યસભાના સભ્ય પ્રતાપસિંહ બાજવાના નિવાસ સ્થાને મળ્યા હતા અને સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવાના સંભવિત પગલા અંગે ચર્ચા કરી હતી.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…