મુસ્કાન ફેમીલી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઇ મશીન અને કરિયાણાની કિટોનું વિતરણ કરાયું
મુસ્કાન ફેમીલી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત
મુસ્કાન કામધેનુ મહિલા મંડળ સુરત
દ્વારા આયોજીત સિલાઇ મશીન અને કરિયાણાની કિટ વિતરણનું આયોજન તા. 14/2/2021 નાં રોજ સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મીનીબજાર ખાતે કરવામાં આવ્યુ હતું.

જેમા મુખ્ય મહેમાનશ્રી મનહરભાઇ સાચપરા (યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડસ)
શ્રી કાનજીભાઈ ભાલાળા (વરાછા બેન્ક)
શ્રી અશોકસિંહ ચૌહાણ (A.C.P. ટ્રાફિક પોલીસ સુરત સિટી
શ્રી સંદીપભાઈ સાચપરા (માધવ ગ્રુપ)
શ્રી છગનભાઈ સવાણી (વિશ્વા ગ્રુપ)
શ્રી હાર્દિક ભાઇ ગોટી(સામર્થ્ય ગ્રુપ)
શ્રી હિતેશભાઈ સાચપરા(પૂજન ફેશન)
શ્રી અલ્પાબેન પટેલ(લોક ગાયીકા)
શ્રી સુનીલભાઈ કાકડીયા અને
શ્રી તરંગભાઈ ડાંગશીયા ઉપસ્થિત રહ્યા હતા,

આ કાર્યક્રમમાં સર્વે કરવામાં આવેલા 123 જરૂરિયાતમંદોને સિલાઇ મશીન અને 200 પરિવારોને અનાજ કરિયાણા ની કિટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રત્યેક કિટમાં 25 કિલો ઘઉં – 5 લિટર તેલ – 500 ગ્રામ ઘી – 5 કીલો ચોખા – 2 કીલો તુવેરદાળ – 2 કિલો મગદાળ – 3 કિલો ખાંડ – 2 કિલો ચણાદાળ – 2 કિલો મીઠુ – 150 ગ્રામ લાલ મરચુ – 150 ગ્રામ ધાણાજીરુ – 150 ગ્રામ હળદર હતું, સાથે મુસ્કાન લગ્નોત્સવમાં લગ્ન માટે 260 ફોમ ભરાયા હતા આ કાર્યક્રમ 700 માણસોની હાજરી હતી.