કોરોના વાયરસ ના સંક્રમણથી મુંબઈની અનેક હૉસ્પિટલોમાં અફરાતફરીનો માહોલ છે. અહીંની જાગેશ્વરી હૉસ્પિટલમાં શનિવારે માત્ર 2 કલાકની અંદર કોરોનાના 7 દર્દીઓના મોત થઈ ગયા. મળતી જાણકારી મુજબ, તમામ દર્દીઓના મોત ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણે થયા.
અહીં છેલ્લા એક સપ્તાહમાં હૉસ્પિટલની બેદરકારીના કારણે 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં સીનિયર ડૉક્ટરોની સંખ્યા ખૂબ ઓછી છે અને તેના કારણે અહીં કોરોનાના દર્દીઓની દેખભાળ યોગ્ય રીત નથી થઈ રહી.

આ ઘટના શનિવારની છે. માત્ર દોઢ કલાકમાં 7 દર્દીઓનાં મોત થઈ ગયા. ઇન્ડિકેટરમાં જોઈ શકાતું હતું કે ઓક્સિજનનું લેવલ ઓછું થઈ ગયું છે. દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, તેઓ હાંફી રહ્યા હતા. અમે લોકો કંઈ કરીએ તે પહેલાં જ તેમના મોત થઈ ગયા.
દર્દીઓની ગંભીર સ્થિતિ જોઈને નર્સોએ તાત્કાલિક ડૉક્ટોરોને જાણ કરી. પરંતુ જ્યાં સુધી ICUમાં ટેક્નીશીયનની મદદથી ઓક્સિજન લેવલ ઠીક કરવામાં આવતો, દર્દીઓનાં મોત થઈ ગયા. હૉસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ.
ત્યારબાદ મેડિકલ સુપ્રિન્ટેડનટ ડૉક્ટર માનેએ સવારે સાડા ચાર વાગ્યે ઇમરજન્સી મીટિંગ બોલાવી. જોકે ડૉક્ટરોએ એ વાતનો ઇન્કાર કર્યો કે મોત ઓક્સિજનનું લેવલ ઓછું થવાના કારણે થયા. એક નર્સે કહ્યું કે અહીં સીનિયર ડૉક્ટર્સની સંખ્યા ખૂબ ઓછી છે.