દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સોમવારે કેરળમાં પ્રવેશ કરી દીધો છે. કોઝીકોડ જિલ્લામાં આજે સવારે વરસાદ પડ્યો. આ જાણકારી દેશના હવામાન વિભાગ (IMD)એ સોમવારે આપી છે.
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે આજે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.
કેરળમાં ભારે વરસાદની વચ્ચે IMDએ રાજ્યના 9 જિલ્લા તિરુવનંતપુરમ, પઠાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર જિલ્લામાં અલર્ટ જાહેર કર્યું છે.

હાલ ઓછા દબાણના ક્ષેત્રના કારણે તે ધીમું છે. 3-4 તારીખની વચ્ચે ચોમાસાના કારણે દાદરા નગર હવેલી, ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દમણ, દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. એવામાં લોકોને વધુ સાવધાની રાખવી પડશે.
આ પહેલા ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે પોતાના પુર્વાનુમાનમાં કહ્યું હતું કે કેરળમાં આ વખતે ચોમાસું મોડું પહોંચશે. IMDએ જણાવ્યું હતું કે કેરળમાં આ વર્ષે ચોમાસું 5 જૂન સુધીમાં આવી શકે છે.નોંધનીય છે કે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિના માટે રહતાં ચોમાસાની સીઝનમાં 75 ટકા સુધી વરસાદ પડે છે.