MLA ગ્યાસુદ્દીન શેખે યોગીજી મહારાજ હોસ્પિટલને 50 લાખની ગ્રાન્ટ ફાળવી કોમી એકતાના દર્શન કરાવ્યા..!!

અમદાવાદ શહેરના દરિયાપુર મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા શાહીબાગ સ્થિત બોચાસણવાસી અક્ષસપુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બી.એ.પી.એસ.) સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિટલમાં ફાળવીને કોમી એકતાના દર્શન કરાવ્યા છે. આ ગ્રાન્ટમાંથી વેન્ટીલેટર મશીન, બાયપેપ મશીન, મલ્ટીપારા મોનીટર અને ડાયાલીસીસ મશીનની ખરીદી કરાશે. ધારાસભ્યોને 1.25 કરોડની ગ્રાન્ટ મળે છે. તેમાંથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 50 લાખ રૂપિયા તેમાં ફાળવ્યા છે. આ ઉપરાંત લોંખડવાલા હોસ્પિટલને પણ તેમણે 50 લાખ ફાળવવાની તૈયારી બતાવી છે.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, બીએપીએસ સંસ્થાનના બ્રહ્મલીન પ્રમુખસ્વાામી મહારાજ તથા મહંતસ્વામીના આશીર્વાદ મને હંમેશા મળતા રહ્યા છે. સંસ્થાના સેવાયજ્ઞમાં જોડાવાની બીએપીએસ સંસ્થા દ્વારા મને જે તક આપવામાં આવી છે, તે બદલ હું બીએપીએસ સંસ્થામનો આભારી છું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, શાહીબાગ વિસ્તા્રમાં આવેલી બીએપીએસ સંસ્થા સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી કોરોના સંક્રમિત દર્દીઓની પ્રશંસનીય સેવા થઈ રહી છે.

યોગીજી મહારાજ હોસ્પિટલ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પૂરી પડાઈ રહી છે ત્યા‍રે સંસ્થાઓના સેવાયજ્ઞને લક્ષમાં લઈ જરૂરિયાતમંદ દર્દીઓની વધુ સારી સેવા થાય અને આ સેવાયજ્ઞમાં હું પણ મદદરૂપ થઈ શકું તે માટે ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી સંસ્થાંને રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવવા મેં ગઈકાલે ઈચ્છા દર્શાવેલ હતી. મારી ઈચ્છાને માન આપીને બી.એ.પી.એસ.ના કોઠારી સ્વામીજીએ સંમંતિ દર્શાવતાં મે તેમને ગ્રાન્ટ ફાળવી છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.