સુરતમાં હાલ કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરમાં 100થી વધુ ધન્વંતરી રથ ચલાવવામાં આવી રહ્યાં છે, તેમાં ઉકાળા, આર્યુવેદ અને હોમિયોપેથી સાથે અન્ય દવાનું વિતરણ થઈ રહ્યું છે. આજે વરાછા ઝોનના પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં ધન્વંતરી રથ આવ્યો અને લોકોને દવાનું વિતરણ કરવામાં આવતું હતું, ત્યારે સોસાયટીના પ્રમુખ રાજુભાઈ એ સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવાની અપીલ કરી હતી. ધન્વંતરી રથમાં બાળકોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોહિની ઉણપ પણ દુર થાય તે માટે ફોરિક એસીડની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજુભાઈનો ત્રણ વર્ષ કરતાં નાનો પુત્ર હતો તેના માટે ધન્વંતરી રથમાં અઢી મહિના ચાલે એટલી એટલે 70 જેટલી ગોળી આપી હતી. રાજુભાઈ પુત્રને દવા પીવડાવવા માટે જાય તે પહેલાં જ તેમની નજર ગોળીની સ્ટ્રીપ પર પડી હતી જેના પર ઓગષ્ટ 2020 એક્સપાયરી ડેઈટ હતી તેથી તેઓ ચોંકી ગયાં હતા.
તેઓએ તાત્કાલિક આરોગ્યમંત્રીનો સંપર્ક કર્યો પણ સંતોષકારક જવાબ ન મળતાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવલિયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાને જાણ કરતાં તેઓ તાત્કાલિક સીતાનગર સોસાયટી પહોંચ્યા હતા.
જુઓ વિડીયો:-
કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટર આવી જતાં સીતાનગરમાંથી ધન્વંતરી રથ અન્ય સોસાયટીમાં પહોંચી ગયો હતો, ત્યાં જઈને પુછપરછ કરતાં ફરજ પરના કર્મચારીઓએ પ્રિન્ટીંગ મિસ્કેટની વાત કરી હતી. વધુ તપાસ કરતાં ધન્વંતરી રથમાંથી અન્ય દવાઓ એક્સપાયરી ડેઈટની મળી આવી હતી.

આ મુદ્દે હજુ સુધી મ્યુનિ. તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો આ અંગે વધુ તપાસ કરવામાં આવે તો ધન્વંતરી રથમાં એક્સપાયરી ડેઈટની દવાનું કૌભાંડ બહાર આવી શકે છે. રાજ્યભરમાં હજારોની સંખ્યામાં ધન્વંતરી રથમાં આ જ પ્રકારની દવા હોવાની શંકા થઈ રહી છે.