રાત્રી કરફ્યુ દરમિયાન મુસાફરોને વિનામુલ્યે વાહનસેવા આપતી મારુતિ વીર જવાન યુવા ટીમ
રાત્રી લોકડાઉન સમયમાં કરફ્યુ દરમિયાન સુરત શહેરનાં નાગરિકો અને સુરતની મુલાકાતે આવતા મુસાફરોને કામરેજ થી લઈ શહેરમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ખુબ મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા ત્યારે એમની પીડા અને વેદનાને સમજી સરકારી તંત્ર સાથે સંકલન કરી સાંજે 9 થી સવારે 5 દરમિયાન 250 થી 300 મુસાફરો જેમાં નાના બાળકો મહિલાઓ તેમજ વડીલોને આ એક ઉત્તમ પ્રકારની સેવા કરી ફરી એક વખત મારુતિ વીર જવાન યુવા ટીમ મેદાને ઉતરી સેવાની મિસાલને કાયમ કરી છે, 20 થી 25 સ્વયંસેવક સભ્યોને લઈ ઉત્તમ પ્રકારની સેવા પૂરી પડાય રહી છે,
10 ઈકો, 2 છોટા હાથી અને 7 પ્રાઈવેટ ફોર વિલર ગાડીઓ લઈ કામરેજ થી સુરત રેલવે સ્ટેશન સુધી આ સેવા પૂરી પડાય રહી છે.