સુરત શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશનનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ ગયું હતું. જેમાં છેલ્લા બે વર્ષથી ખાલી હતું અને ડિમોલીશનની ચર્ચાઓ ચાલતી હતી. જેથી આજે ફાયર વિભાગ દ્વારા મશીનથી આ બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બિલ્ડીંગ જર્જરીત થઈ ગયેલ હોવાથી ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેના માટે પહેલા મશીન દ્વારા બિલ્ડીંગના પીલરોને નબળાં કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી હતી.
જુઓ વીડિયો:-
View this post on Instagram
આ જર્જરિત બિલ્ડીંગનું ડિમોલિશનનું કામ એક અઠવાડિયાથી ચાલી રહ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ બિલ્ડીંગ ખાલી કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે, બિલ્ડીંગને ધરાશાયી કરાયું ત્યારે માત્ર એક તરફનો જ રોડ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફનો વાહનવ્યવહાર પણ ચાલુ જ રાખવામાં આવ્યો હતો.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…