લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ સુરતની સેવાકીય સંસ્થા લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટની નોંધ લીધી

સુરતમાં છેલ્લા 13 વર્ષ થી ચાલી રહેલી સંસ્થા જે વડીલોને નિઃશુલ્ક યાત્રા કરાવે છે, માં બાપ વગરની દીકરીને સગાઈ અને લગ્ન કરાવે છે સાથે કોવીડ -19 દરમિયાન કરીયાણા કીટ, નાસ્તા,અને કોવીડ આઇસોલેશન સેન્ટર ચાલુ કરી 300 થી વધુ દર્દીને સાજા કરી ઘરે મોકલ્યા હતા

આવી બધી અનેક સેવા પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને લંડન સ્થિત સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઈટાલિયા ની કામગીરી ની નોંધ લીધી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત આવ્યું હતું,

ફાઉન્ટેન બેન્કવેટ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 13 વર્ષ પછી સંસ્થાનાં નવા યુવા ટ્રસ્ટી તરીકે શ્રી રિતુલ નારીયા ની નિમણુંક કરવામાં આવી હતી, 2021 દરમિયાન સગાઈ અને લગ્ન થયેલ દીકરીનું ભોજન સાથે સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું, કોરોનાની બીજી વેવમાં આયસોલેશન સેન્ટરમાં પોતાના જીવની ચિંતા ના કરતા દિવસ રાત સેવા આપનાર કાર્યકર્તાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *