ઉત્તરપ્રદેશના ઘણાં જિલ્લાઓમાં રવિવારે વીજળીનો કહેર મંડરાયો હતો. જેમાં કુલ ૪૦ લોકોના મોત થયા હતા. કાનપુર તથા આસપાસના જિલ્લાઓમાં ૧૮, પ્રયાગરાજમાં ૧૮, કૌસામ્બીમાં ૩, પ્રતાપગઢમાં એક, આગ્રામાં ત્રણ અને વારાણસી તથા રાયબરેલી જિલ્લામાં એક-એક વ્યક્તિઓના મોત થયા છે. વીજળી પડવાથી ઘણાં લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.
સૌથી વધુ નુક્સાન કાનપુરના મંડલમાં થયું છે. કાનપુર- દેહાતમાં ભોગનીપુર તાલુકાના અલગ – અલગ પાંચ ગામોમાં પાંચ, ઘાટમપુરમાં એક, ફતેહપુર જિલ્લામાં સાત અને હમીરપુરના ઉપરીય ગામોમાં બે લોકોના મોત થયા છે.
બાંદા – કોટવાલી શેત્રમાં મોતિયારી ગામમાં ૧૩ વર્ષીય બાળકી તથા ઉન્નાવના સરાય બૈદરા ગામમાં બે બાળકોના મોત થયા હતા. ઘાટમપુરમાં ૩૮ પશુઓના પણ મોત નીપજયા હતા.
પ્રયાગરાજમાં ગરજવા – ચમકારા સાથે થયેલા વરસાદ દરમિયાન અલગ – અલગ વિસ્તારોમાં વીજળી પડતાં ૧૩ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…