મેડિકલ અને એન્જનિયરિંગ ક્ષેત્રે કારર્કિદી ઈચ્છતા વિર્ધાથીઓના જીવનમાં પથરાશે “ અજવાળું ”

સુરતના સામાજીક અગ્રણી અને ઉધોગપતિ મહેશભાઈ સવાણીના માતૃશ્રીને શિક્ષણરૂપી અનોખી પુષ્પાંજલી…

સુરત શહેર દાનવીરોની ભૂમી છે . સમાજસેવા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનું નામ શિરમોર છે . શિક્ષણથી જ સમાજનો વિકાસ થાય છે, શિક્ષણ , આરોગ્ય અને સમાજસેવા જેમની આગવી ઓળખ છે તેવા મહેશભાઈ સવાણીએ એમના માતૃશ્રી સ્વ.શ્રીમતી અંજવાળીબેન વલ્લભભાઈ સવાણીની પ્રથમ પુણ્યતિથિએ એક અલગ નવતર પહેલ કરીને પુષ્પાંજલી આપવાનું નકકી કર્યું છે.

આ પુણ્યતિથિ નિમિત્તે મહેશભાઈએ શિક્ષણક્ષેત્રે સમાજના અનેક પરિવારોને મદદરૂપ થવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે જે વિધાર્થીઓ પોતાની કારર્કિદી મેડિકલ ( તબીબીક્ષેત્રે ) અને એજીનીયરીંગ ક્ષેત્રે બનાવવા ઈચ્છતા હોય પરંતું પ્રવર્તમાન પરિસ્થીતીના કારણે સમાજના ઘણા પરિવારો આર્થિક સંકળામણ અનુભવતા હોવાને લીધે પોતાના દીકરા – દીકરીઓનું સપનું પરિપૂર્ણ કરી શકતા નથી.

આવા સંજોગોમાં શ્રી મહેશભાઈ સવાણીએ પોતાના સંકલ્પને સાકાર કરવા જે વિધાર્થીઓ હાલ ધો -૧૧ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેઓને શૈક્ષણિક ફી માં સહાય કરીને મદદરૂપ થવાનો નિર્ધાર અને નવતર પ્રયોગ કરી સમાજને એક નવી દિશા આપવાનો એક પ્રામાણીક પ્રયાસ કર્યો છે .

જે વિધાર્થીઓ ધોરણ -૧૧ વિજ્ઞાનપ્રવાહમાં શૈક્ષણિક ફી માં સહાય ઈચ્છતા વિધાર્થીઓએ તા . ૦૧/૦૮/૨૦૦૧ થી તા . ૧૦/૦૮/૨૦૨૧ સુધીમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પી.પી.સવાણી વિધાભવન ( હિરાબાગ ) ખાતે રૂબરૂ સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં સંપર્ક કરવાનો રહેશે . વધુ માહિતી માટે સંપર્ક કરો .

પ્રર્વતમાન સમયમાં શિક્ષણ અને આરોગ્ય સમાજની પ્રાથમિક જરૂરિયાત છે ત્યારે શિક્ષણરૂપી આ નવતર પ્રયોગ અનેકના જીવન ઘડતરમાં આર્શીવાદરૂપ પુરવાર થશે . શ્રી મહેશભાઈ વી . સવાણી

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *