પરિવાર એટલે એવો વાર જેમાં તમે હળવાફુલ થઇ શકો. હુંફ મેળવી શકો. જ્યાં તમે જેવા છો એવાં જ રજુ થઈ શકો. તાજેતરના કોરોના મહામારીની બીમારીમાં કેટલાય લોકો પરિવારના સપોર્ટથી મૃત્યુને માત આપીને ઉભા થઇ શક્યા છે. ત્યારે એવો જ એક પરિવાર છે સરદારધામ સંચાલિત GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન) પરિવાર. જેની અત્યાર સુધી અલગ અલગ 5 ઝોનમાં 16 થી વધુ વીંગ બની ચુકી છે. તેમજ તેમાં નાનાથી લઈને મોટા બિઝનેસમેનો પરસ્પર ઉપયોગી થઈ વેપાર – ઉદ્યોગ કરે છે અને કરાવે છે. GPBO ના તમામ મિત્રો માત્ર બિઝનેસથી નહી પણ પરિવારપણાથી ભાવથી પણ જોડાય છે.
સુરતમાં GPBO ની 3 વીંગ આકાર લઈ ચુકી છે અને ટુંક સમયમાં 4 થી વીંગનુ લોન્ચીંગ થશે. ડાયમંડ આધારિત નામ ધરાવતી *સુરતની 3 વીંગમાંની 1 વીંગ છે રૂબી વીંગ.* આ વીંગના સભ્યો દ્વારા તે વીંગના તમામ સભ્યોના પરિવાર પરસ્પર જોડાઇ શકે તે હેતુથી રુબી રોયલ્સ પરિવાર તરફથી ત્રણ કલાક ઓનલાઇન *’ચાલ જીવી લઈએ’ Bounce BACK!* ડિજિટલ ફેમિલી કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં સૌ સભ્યો પરિવાર સાથે આનંદ, ઉલ્લાસ, જ્ઞાન -ગમ્મત અને મનોરંજન મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ક્વિઝ કોમ્પીટીશન (કોન બનેગા લખપતિ) તેમજ બાળકો માટે ડાન્સ પર્ફોમન્સ, વકૃત્વ, કોમેડી ધમાલ સાથે ખજાનાની શોધ જેવી ગેમ્સ સાથે સાથે ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિજિટલ ફેમિલી કાર્યક્રમનું આયોજન એવું કરવામાં આવ્યું હતું કે નાનાથી લઈને મોટા સૌ કોઇ આમાં જોડાઇ શકે. *વીંગના 100 થી વધુ* સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા, સાથે અન્ય શહેરના મહેમાનો પણ ઉપસ્થિત હતા, તેમજ સૌએ હળવી પળો સાથે આ કાર્યક્રમ માણ્યો હતો.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…