સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા સહિત અનેક બાબતોમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર હવે કૌભાંડી શાસનનો પણ પર્યાય બની રહી છે. ટુક સમયમાં સુરત મહાનગર પાલિકાના અનેક કૌભાંડો ઉજાગર થયા છે. જેને લઇને ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાની ઇમેજને મોટો ધક્કો પહોંચ્યો છે. એમાંય ખાસ કરીને કચરાપેટી કૌભાંડ, પીવાના શુદ્ધ પાણીની બોટલનું કૌભાંડ, ઇન્જેક્શન કૌભાંડ, કચરાપેટી કૌભાંડ, ખીચડી કૌભાંડ, કુતરા ખસીકરણ કૌભાંડ સહિતના અનેક કૌભાંડો ને કારણે ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકા બદનામ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક શૌચાલયમાં કૌભાંડ થયાનો આક્ષેપ કરાતા ફરીથી સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
અત્રે નોંધનીય છે કે જ્યારથી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ની જીત થઈ છે ત્યારથી ભાજપ શાસિત મહાનગરપાલિકાના કૌભાંડો સહિત સરકારી તંત્રમાં ચાલતી લાલીયાવાડી એક પછી એક ઉજાગર થઇ રહી છે. જોકે તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ઓનલાઇન સત્રને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ૩૦૦ કરોડના કૌભાંડનો મોટો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં આમ આદમી પાર્ટીના નેતા તુષાર મેપાણીએ શૌચાલય માં પણ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
તુષાર મેપાણીએ કરેલ RTI માં થયો ખુલાસો…
આમ આદમી પાર્ટીના નેતા તુષાર મેપાણી એ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયની રૂબરૂ મુલાકાત લઈને બહાર થી સુંદર દેખાતા શૌચાલય અંદરથી કેટલાક તકલાદી છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એટલું જ નહીં સુરત મહાનગર પાલિકા સામે આક્ષેપ કર્યો છે કે 1-2 લાખ રૂપિયામાં તૈયાર થતા શૌચાલય ને 27.5 લાખ થી માંડીને 40 લાખ રૂપિયા સુધીમાં બનાવવામાં આવી રહ્યા હોવાનો RTI દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી માં ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર સુરતના તમામ શૌચાલયના કૌભાંડ નો હિસાબ કરીએ તો અંદાજિત 6 થી 7 કરોડ નું કૌભાંડ થવા જઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
જુઓ 28 લાખના શૌચાલયનો વીડિયો:-
તુષાર મેપાણી એ જણાવ્યું છે કે, સ્વચ્છ ભારત ની ગુલબાંગો વચ્ચે જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તેમાં પાણી નથી આવતું અને ફક્ત 2 યુરિનલ છે જે ટોટલ 1 -2 લાખ માં બની જાય પણ આવા 5 શૌચાલય બનાવવા કતારગામ ઝોને 1.23 કરોડ નો ખર્ચ કર્યો છે. શનિદેવ ઓઇલ મિલ ની સામે આવેલ શૌચાલય 40 લાખ માં બનાવ્યું છે. જયારે હકીકત એ છે 40 લાખ માં 200 વાર ના બંગલા નું 3 માળ નું બાંધકામ થઇ જાય. ત્યારે એ સવાલ જરૂર થાય કે આવો ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર કોણે આપ્યો મનપા ને?
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…