કિસાન આંદોલન: ખેડૂતોએ IT સેલ ઉભુ કર્યુ, ટ્વિટર-ફેસબુક-ઇંસ્ટા પર આપી રહ્યા છે અપડેટ્સ…

Farmer Protest :- દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂત પોતાની માંગને લઇને પ્રદર્શન કરી રહ્યા છે. કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ દેશના કેટલાક ભાગમાંથી સમર્થન મળી રહ્યુ છે. હવે ખેડૂતોએ પોતાના અવાજને દેશ અને દુનિયામાં પહોચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આંદોલનમાં સામેલ યુવા ખેડૂતોએ કિસાન એકતા મોર્ચા નામથી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યુ છે. જેના દ્વારા આંદોલનની જાણકારી શેર કરવામાં આવી રહી છે.

યુવા ખેડૂતોએ આંદોલનને લઇને પુરી IT સેલ તૈયાર કરી છે, જેના દ્વારા ફેસબુક, ટ્વિટર, યૂ ટ્યુબ, ઇંસ્ટાગ્રામ અને સ્નેપચેટ પર એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. જેથી આંદોલનની તમામ લાઈવ અપડેટ્સ લોકો સુધી પહોચાડી શકાય…

આ એકાઉન્ટ દ્વારા આંદોલન સાથે જોડાયેલી લાઇવ અપડેટ્સ, માંગ, વીડિયો અને અન્ય મેસેજ શેર કરવામાં આવી રહ્યા છે. 16 ડિસેમ્બરથી શરૂ થયેલા એકાઉન્ટને અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકો ફોલો કરી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે પંજાબના આશરે 40થી વધુ સંગઠનોએ સંયુક્ત કિસાન મોર્ચા બનાવ્યો છે, તેમણે યૂપી, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને અન્ય રાજ્યના ખેડૂત સંગઠનોનું સમર્થન મળ્યુ છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *