2500 રૂપિયા માટે કળયુગી પુત્રએ પિતાની કરી હત્યા..!!જાણો સમગ્ર ઘટના…

ઝારખંડના ગુમલામાં એક હૃદયદ્રાવક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક કલયુગી દીકરાએ 2500 રૂપિયા માટે તેના પિતાની ક્રૂર હત્યા કરી હતી. આરોપી દીકરાએ તેના પિતાને કુદાલથી કાપીને હત્યા કરી હતી. તેને મારી નાખ્યા બાદ તે ભાગી જાય તે પહેલા ગ્રામજનોએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

હત્યાની આ ઘટના ગુમલાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ગિદરા ગામમાં વહેલી સવારે 4 વાગ્યે કલયુગી પુત્રએ તેના જ પિતાને કુદાલ વડે કાપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાની માહિતી મળતાં ગ્રામજનોએ આરોપી મહાદેવ ઓરાંવને પકડીને પોલીસને સોંપ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મહાદેવના પિતા બહુરા ઓરાંવે એક જમીન વેચી હતી. જેના બદલામાં તેને 5200 રૂપિયા મળ્યા. જેમાં પિતા-પુત્ર બંનેનો ભાગ હતો. દીકરાને 2500 રૂપિયા મળવાના હતા. બુધવારે સવારે 4 વાગ્યે બહુરા ઓરાંવના એકમાત્ર પુત્ર મહાદેવ ઓરાંવ સાથે પૈસા બાબતે વિવાદ થયો હતો.

પુત્ર મહાદેવ આનાથી એટલો ગુસ્સે થયો કે તેણે તેના પિતાની હત્યા કરી નાખી હતી. આ પછી ગ્રામજનોએ આરોપી મહાદેવ ઓરાંવને પકડીને પોલીસને સોંપ્યો. સદર પોલીસ મથકે ઘટનાસ્થળે જઈને બહુરાના મૃતદેહનો કબજો લઈ તપાસ માટે મોકલી આપ્યો હતો. સ્થળ પર હાજર ગ્રામજનોના જણાવ્યા અનુસાર, મહાદેવે નશાની હાલતમાં પિતાની હત્યા કરી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.