દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે પત્રકાર ઇસુદાન ગઢવીની મુલાકાત, પાર્ટીમાં અપાઈ શકે છે મોટી જવાબદારી જાણો અહીં….

અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચી ગયા છે. અહીં તેમણે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બેઠકમાં હાજર રહ્યા છે. પ્રભારી ગુલાબસિંહ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા છે. ગુજરાતની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી.

જો કે ગુજરાત આવતા પહેલા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આપ્યું હતું નવું સૂત્ર.’હવે બદલાશે ગુજરાત’. ટ્વીટમાં ગુજરાતીમાં એ પણ લખ્યું, ‘આવી રહ્યો છું ગુજરાત, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ’. કેજરીવાલ આપના કાર્યાલયનું ઉદ્ધાટન કરી પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જીત મેળવનાર લોકોને પણ મળશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વલ્લભ સદન શ્રીજી ચરણમાં કેજરીવાલ પૂજન અર્ચન પણ કર્યું. પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરતા કહ્યું છે કે, પત્રકાર ઇસુદાન ગઢવી સર્કીટ હાઉસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીથી પ્રેરાઈને પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આગામી મિશન 2022ને લઈને મોટી જવાબદારી અપાઈ શકે છે.

ગુજરાતના રાજકારણમાં 2022 ને લઈને નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *