જામનગર – ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ પડાણા પાટિયા નજીક આવેલ હોટેલ આશાપુરા સામે ગઈકાલે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે કૂતરું એકાએક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા.
જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…