નવસારી કૃષિ વિશ્વવિધાલય અંતર્ગત ભારત સરકાર અને વિશ્વ બેંક પુરસ્કૃત NAHEP-CAAST પ્રોજેક્ટ દ્રારા તારીખ ૨૧ જુન ૨૦૨૧ના રોજ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન ગેસ્ટ લેકચર રાખવામાં આવ્યું હતું. આ ગેસ્ટ લેકચરના વક્તા વિશ્વ પ્રસિદ્ધ બેન-ગુરિયન યુનિવર્સિટી ઓફ નેગેવ, ઇઝરાઇલના જગખ્યાતિ પ્રાપ્ત એવા પ્રખ્યાત અને વિષય નિષ્ણાત, પ્રોફેસર ડેનિયલ એ. ચામોવિટ્ઝએ “What a Plant Knows?” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં ૭૦૦ થી વધુ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રોફેસર ચામોવિટ્ઝ છોડના વિશ્વનાં અનુભવની સમાનતા દર્શાવતા એક અલગ માનવીય ભાવના પર વાત કરી હતી. વધુમાં તેમેણે આ વ્યાખ્યાનમાં વિસ્તૃત માહિતી આપી કે, છોડ કેવી રીતે સંવેદનાની મદદથી તેની આસપાસની પ્રકૃતિ સાથે તાલમેલ કરે છે.
તેમણે કહ્યું કે, પ્લાન્ટ બાયોલોજી પર રાખવામાં આવેલ આ સુંદર વ્યાખ્યાન તમને તમારા પ્રકૃતિને જોવાની રીતને બદલશે. આ ગેસ્ટ લેકચરમાં નવસારી કૃષિ વિશ્વવિધાલયના માનનીય કુલપતિશ્રી, ડો. ઝેડ. પી. પટેલ, સંશોધન નિયામકશ્રી અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રી, ડો. એસ. આર. ચૌધરી, નાહેપ-કાસ્ટ પેટા પ્રોજેક્ટના વડા, ડો. ટી. આર. અહલાવત, આયોજક ડો. કીર્તિ બર્ધન અને પ્રોજેક્ટનાં સહકર્મીયો તેમજ ભારતની અલગ અલગ યુનિવર્સીટીમાંથી વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.