નડિયાદમાં ધાર્મિક સંસ્થા BAPS દ્વારા 21 કૉન્સન્ટ્રેશન મશીન અને 38 ઓક્સિમીટર ખેડા જિલ્લાની હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં ઓક્સિજનની કટોકટી છે.
કોરોના દર્દીઓ માટે ઓક્સિજનનો અભાવ જોવા મળે છે અને સારવાર ખૂબ મુશ્કેલ બની છે. માટે ધાર્મિક સંસ્થા દ્વારા હોસ્પિટલમાં કૉન્સન્ટ્રેશન મશીન અર્પણ કરાયા છે.
પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 21 કૉન્સન્ટ્રેશન મશીન અને 38 ઓક્સિમીટર હોસ્પિટલમાં આપવામાં આવ્યાં છે. આ સેવાકાર્યમાં નડિયાદના કોલેજ રોડ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂ. સર્વમંગલ સ્વામી (કોઠારી સ્વામી), પૂ.અક્ષરનયન સ્વામી, પૂ.ધર્મેનિલય સ્વામી તથા પૂ.શાંતપુરુષ સ્વામી, શ્રીરંગ સ્વામી દ્વારા મશીનોની વિધિવત્ પુજા કરવામાં આવી હતી.
42 જેટલા દર્દીને આ મશીન ઓક્સિજન પૂરો પાડી શકશે
ત્યાર બાદ સંસ્થાના કાર્યકરો દ્વારા હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની હાજરીમાં સ્વયંસેવકોને આ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. આ 21 કૉન્સન્ટ્રેશન મશીનમાં એક મશીનથી 2 દર્દીને ઓક્સિજન મળશે તેવી વ્યવસ્થા આ મશીનમાં છે. એટલે કે 42 જેટલા દર્દીને આ મશીન ઓક્સિજન પૂરો પાડી શકશે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…