નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાઈ અવનવી સ્પર્ધાઓ…

નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા આ કોરોના ની પરિસ્થિતિ માં લોકોમાં જાગૃતતા ફેલાવવા તથા લોકોને કોરોનાની મહામારી અંગે માહિતગાર કરવા અવારનવાર વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે આવામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઇન માધ્યમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પોસ્ટર મેકિંગ કોમ્પીટીશન, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન, વક્તવ્ય સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, મહુવા, ઉમરપાડા, માંડવી, ચોર્યાસી વગેરે જેવા વિવિધ નવ જેટલા તાલુકાઓના યુવાનો ઉમળકાભેર ભાગ લેવા માટે આગળ આવ્યા હતા અને ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં સુરત જિલ્લાના વિવિધ રાષ્ટ્રીય સ્વયં સેવક એવા ઠાકોર શ્રેયા, દેવીપુજક મનોજ, નિખિલ ભુવા, તેજસ પટેલ વગેરે જેવા રાષ્ટ્રીય સ્વયમ સેવકોએ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરી મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેમજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ભારત સરકાર માન્ય સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ દરેક પ્રવૃત્તિઓ સુરત જિલ્લાના જિલ્લા યુવા અધિકારી એવા શ્રી સચિન શર્મા ના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી .તથા આ સ્પર્ધા ના માધ્યમથી લોકોમાં કોરોના અંગે રાખવાની સાવચેતીઓ તથા કોરોના રસીકરણ અંગે માહિતગાર કર્યા હતા તથા દરેક લોકોને કોરોના ની રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *