TikTokને જોરદાર ટક્કર આપી રહી છે ભારતની Mitron એપ્લિકેશન, એક મહિનામાં 50 લાખ ડાઉનલોડ્સ

ટિકટોક (TikTok)ને કડક ટક્કર આપવા માટે ભારતીય ટૂંકા વિડીયો બનાવતી એપ્લિકેશન મિત્રોન (Mitron) રિલીઝ કરવામાં આવી હતી. આ એપને લોન્ચ થયાને હજી એક મહિનો જ થયો છે કે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મિત્રોન એપ્લિકેશન તેની રિલીઝના એક મહિનામાં ગૂગલ પ્લે સ્ટોર પર બીજી સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશન બની ગઈ છે.

કોરોના વાયરસને કારણે લોકડાઉન હેઠળ, મિત્રોન એપની માંગમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. યુટ્યુબ અને ટિકટોક વચ્ચે ઇન્ટરનેટ વોર છેલ્લા કેટલાક સમયથી ચાલે છે, જેનો ફાયદો મિત્રોન એપને થઇ રહ્યો છે.

એપનું નામ મિત્રોન રાખવાનું કારણ...

મોબાઇલ માર્કેટિંગ અને ડેટા એનાલિટિક્સ કંપની ગ્રોથ બગના દીપક એબોટે જણાવ્યું છે કે આ ભારતીય વીડિયો શેરિંગ એપને સામાન્ય રીતે દરરોજ 5 લાખ ડાઉનલોડ્સ પ્રાપ્ત થાય છે. લોકો આ એપ્લિકેશન પર ટૂંકા વિડીયોઝ પોસ્ટ કરી રહ્યાં છે. સામાન્ય રીતે, વડાપ્રધાન મોદી ભારતીયોને સંબોધન કરતી વખતે તેમના ઘણા ભાષણોમાં મિત્રો (મિત્રોન) શબ્દનો ઉપયોગ કરે છે, જે તમે સાંભળ્યું જ હશે. આ શબ્દને અહીંથી પણ ઘણી લોકપ્રિયતા મળી છે

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.