આ ગામમાં પાણિયારા સુધી સવારમાં દેખાયા કંકુ પગલાં અને લોકો માતાજી આવ્યા એમ માની પુજવા લાગ્યા!! જાણો પછી શું થયું??

કંકુ પગલાં કહેવાતા સંત, ફકીર, બાબા, ઓલિયાઓ પોતે દૈવી શકિત ધરાવવાનો દાવો કરે છે. તેઓ જે ચાદર પર ચાલે છે ત્યાં કંકુના પગલાં પડે છે. આ પગલાંને પવિત્ર ગણી લોકો તેની પૂજા કરતાં હોય છે. કંકુના પગલાં શા કારણે પડે છે ? તેવા પ્રશ્ર ભોળી જનતાને થતો નથી તેથી વિચાર્યા વગર ઠગ ભગતને ભગવાન – દાના દેવદૂત માની પૂજવા લાગે છે.

કંકુના પગલાં પડવા પાછળનાં કારણો ઘણાં હોય છે. જે વ્યકિત કંકુના પગલાં પાડવાની હોય તે પીળી કે સફેદ ચાદર પસંદ કરે છે. કેમ કે પીળી ચાદરને હળદરમાં બોળી શકાય. સફેદ ચાદર ચૂનામાં બોળી શકાય. આમ બોળવાથી ચાદરના રંગમાં કશો પડતો નથી. લોકોને હળદર કે ચૂનો દેખાતો નથી. હવે જે વ્યકિત ચાલનાર છે, તેના પગર સાબુના દ્રાવણથી ધોવાડાવાય દ્રાવણવાળા ભીના પગથી પીળી હળદરમાં બોળેલી ચાદર પર ચાલતાં જયાં જયાં પગલાં પડશે ત્યાં લાલ રંગ ઉપસી આવશે.

ચૂનાવાળી ચાદર હોય તો વ્યકિત તેના પગના તળિયે હળદર લગાડીને ચાલશે જેથી હળદર અને ચૂનો મળે તો લાલ રંગ થશે. કંકુના પગલાંની વાત નીકળી છે ત્યારે પાલીતાણા ખાતે રક્ષાબંધનના દિવસે બનેલ એક કિસ્સો અત્રે ટાંકવાનું મન થાય છે. આપણા સમાજનું જનમાનસ કેટલું અબૂધ – પાંગળું છે તેની પ્રતીતિ આ પ્રસંગથી થાય છે.

વાત એમ બની કે પાલીતાણામાં એક ડોશીમાને ઘરે માતાજીના કંકુનાં પગલાં પડયાં. માતાજી પાણિયારા સુધી આવી પાણી પીને જતાં રહ્યાં. સવારે આ વાતની ખબર પડતાં આડોશી – પડોશીમાં વાત પહોંચી. એમ કરતાં કરતાં વાત આખા ગામમાં ફેલાઈ ગઈ.

લોકો કંકુ પગલાંનાં દર્શન કરવા ઉમટવા લાગ્યાં. પ્રસાદ , નાળિયેર વગેરે લાવી પગલાંને સ્પર્શ કરી ધન્ય થવા લાગ્યાં. આ ખબર પેશાલિઝમની ચળવળ ચલાવનાર ચમત્કાર ચકાસણીના શ્રી ચતુરભાઈ ચૌહાણને પડી ઘટના સ્થળે જઈ એમણે તપાસ આદરી. ‘ ઘેર સવારે કોણ કોણ આવ્યું ? ”

વગેરે પૂછપરછ કરતાં માલૂમ પડયું કે વહેલી સવારે એક દૂધવાળો આવ્યો હતો. ચતુરભાઈએ દૂધવાળાનો સંપર્ક કર્યો. આખી વાત સમજાઈ ગઈ. દૂધવાળાએ નવા જોડા લીધાં હતાં. ચામડાનાં જોડાને તેલ લગાડી નરમ કરવા તેને છોકરી પાસે રાતે તેલ માંગ્યું. અંધારામાં છોકરીએ કંકુવાળી વાટકી તેલની સમજીને આપી.

દૂધવાળાએ જોયાં વિના તેલ સમજી જોડામાં લગાડી દીધું. સવારે એ જોડા પહેરી દૂધ આપવા અંધારામાં નીકળી ગયો. ડોશીમાંને ઘેર આવ્યો ત્યારે ઘરમાં કોઈ જાગતું ન હતું. બારણું ખુલ્યું હતું. દૂધવાળાએ બારણાં પાસે જોડા કાઢ્યા. પાણિયારા પર પડેલા લોટામાં દૂધ નાંખીને એ ચાલ્યો ગયો. જોડામાં કંકુ હતો એ કંકુ પગમાં લાગતાં કંકુના પગલાં થયાં હતા.

આ દૂધવાળો પણ હસવા લાગ્યો કે , ‘ મારાં પગલાંની પૂજા થાય છે! એક હાથમાં ફીનોલ્ફથેલીન ( પ્રવાહી રસાયણ ) લગાડો અને બીજા હાથની હથેળામાં કપડાં ધોવાનાં સાબુનું દ્રાવણ કે ચૂનો લગાડવું. પ્રેક્ષકોને બંને ખાલી હાથ બતાવો. ત્યારબાદ બંને હાથ એકબીજા સાથે ભેગાં કરીને ઘસવાથી લાલ રંગ બનશે જેને ઢોંગી – તાંત્રિકો , માંત્રિકો , ભૂવા , ભગતો , પવિત્ર કંકુમાં ખપાવે છે. લોકો પણ તેને કંકુ માનવા લાગી જાય છે.

એક હાથમાં ભીનો ચૂનો લગાડી રાખવો . બીજા હાથમાં પરગોલેક્ષના ( જુલાબ લેવાની ગોળી ) પાવડરની ભૂકી લગાડી રાખવી. ધૂણતાં ધૂણતાં બંને હાથ ભેગા કરતા હથેળામાં લાલ રંગ થઈ જશે ,જેને કંકુમાં ખપાવવામાં આવે છે. ચૂનો એ બેઈઝ આલ્કલી છે. પરગોલેક્ષમાં એક જાતનું રસાયણ એસિડ હોય છે.

વિજ્ઞાનના નિયમ મુજબ બેઈઝ અને એસિડમાં રાસાયણિક પ્રક્રિયા થતાં તે લાલ રંગ ધારણ કરે છે. આપણે શાળામાં એસિડ, બેઈઝના નિયમો ભણીએ છીએ પરંતુ જનસમાજને એના પર આધારિત થતા એવા ચમત્કારોની સાચી સમજ પ્રયોગ દ્વારા આપવા ઈચ્છતા નથી .

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *