સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. યોગ્ય સારવારના અભાવે મોટી સંખ્યામાં લોકોના ત્યાં મોત થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ જેમણે સુરતમાં આઈસોલેશન સેન્ટરો ઉભા કર્યા જે નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન સાબિત થયા છે.

સ્વયંસેવકો અને દાતાઓનાં સહકારથી અહીં ઉત્તમ પ્રકારની સેવાઓ વિનામૂલ્યે અપાઈ રહી છે. આ પ્રકારની સેવા સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લા અને તાલુકામાં મળી રહે એવા હેતુથી ચાર દિવસીય સૌરાષ્ટ્રની મુલાકાત અને સર્વે કર્યા બાદ લોકોમાં રહેલા ડર, ગેરસમજ અને આરોગ્યલક્ષી સેવાઓ ના અભાવને કારણે વધી રહેલ કોરોનાને કાબુમાં લેવા વિશિષ્ઠ આયોજન કરી 7 દિવસ મારા વતનને અને ચાલો જઈએ વતનની વ્હારે વિચાર સાથે 7 દિવસમાં 500 ફોરવીલ સાથે એમ્બ્યુલન્સ, MD લેવલનાં 40 થી વધારે ડોક્ટરો, જરૂરી દવાઓ લઈને ત્યાં પહોંચશે.

સાથે સાથે ગ્રામજનોમાં રહેલા કોરોનાના ડરને દૂર કરવા માટેનાં પ્રયાસો થશે આ કાર્યની શુભ શરૂઆતમાં સાંજે 6 કલાકે મિતુલ ફાર્મ સરથાણા જકાતનાકા થી સેવા સંસ્થાનાં પ્રમુખસ્થાને થી મહેશભાઈ સવાણી અને સેવા સંસ્થાનાં તમામ જવાબદાર સભ્યો તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં અગ્રણીશ્રીઓ કાનજીભાઈ ભાલાળા, હરિભાઈ કથીરિયા, ભવાનભાઈ નવાપરા, સવજીભાઈ વેકરિયા, દિલીપભાઈ બુહા, મારુતિ વીર જવાન યુવાન ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા તેમજ વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા, ધાર્મિકભાઈ માલવીયા, અજયભાઈ પટેલ, સતીશભાઈ ભંડેરી, પંકજભાઈ સિદ્ધપરા, રોનકભાઈ ઘેલાણી, અશોકભાઈ અધેવાડા,

અંકિત બુટાણી, મહેશભાઈ અણઘણ, વલ્લભભાઈ ચોથાણી, વિપુલભાઈ તળાવીયા, ડો. ગૌતમભાઈ શિહોરા, રાકેશભાઈ કાકડીયા, દિલીપભાઈ વરસાણી, પિયુષભાઈ વેકરિયા સાથે બીજા તમામ વિશેષશ્રીઓ હાજર રહ્યા હતા, આ કાર્યમાં રાષ્ટ્રધ્વજ સાથે લઈ રાષ્ટ્રભાવના સાથે કુમારિકા દીકરીઓએ કંકુ તિલક કરી હિન્દુ સંસ્કૃતિ મુજબ મીઠું મોંહ કરાવી વતનને વ્હારે વાહનો રવાના કરાયા હતા.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.