કોરોનાની બીજી લહેરનાં કારણે ફિલ્મ
ઉદ્યોગને ગયા વર્ષ કરતાં આ વર્ષે એટલે કે
વર્ષ 2021 માં વધુ નુકશાન થઈ શકે છે ગયા
વર્ષે કોરોના લોકડાઉનનાં કારણે 9 મહિના
સુધી સિનેમા હોલ બંધ રખાયા હતા. ગયા વર્ષે
સિનેમા હોલ બંધ હોવાથી ઘણા નિર્માતાઓ
અસ્તિત્વ ટકાવવા તેમની ફિલ્મો ઓટીટી
પ્લેટફોર્મ પર રજુ કરવા તૈયાર થયા હતા.
આ સિલસિલો અમિતાભ બચ્ચનની ફીલ્મ ગુલાબો સિતાબોથી શરૂ થયો હતો.
વર્ષ 2020 માં 50 થી વધુ ફિલ્મો સીધી
ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ હતી. આ
ફિલ્મોએ સિનેમા હોલની આવક ગુમાવી હતી.
એક અહેવાલ મુજબ ફિલ્મોની કુલ આવકના
49 ટકા વર્ષ 2020 માં ડીઝીટલ પ્લેટફોર્મમાં
પ્રસારણનાં હકમાં જનરેટ થયા હતા,. ગત
વર્ષે ઢગલાબંધ ઓટીટી પ્લેટફોર્મ સર્વીસીઝે
ફીલ્મોનાં પ્રસારણના હકક ખરીદવા મોટી રકમ
ચુકવી હતી. જોકે મોટા બજેટની ફીલ્મો સડક-
2, લક્ષ્મી, કુલી નં.1 ને સારો રિસ્પોન્સ મળ્યો
નહોતો.
હવે નવા લોકડાઉન અને વધતી જતી
કોરોના મહામારીએ રિલીઝનુ શિડયુલ વેરવિખેર
કરી નાખ્યુ છે.ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટર શામંદર મલીક
કહે છે કે આલ સમયે ફીલ્મ ઈન્ડ.ને મોટો માર
પડયો છે. આથી નિર્માતાઓએ ફરી ઓટીટી
પર વલણ દાખવ્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે
આવનારા દિવસોમાં પણ બોલીવુડને સિનેમા
હોલમાંથી આવક થવાની સંભાવના નથી