છેલ્લા 24 કલાકમાં 477 પોઝિટિવ કેસ નોંધાયા,321 દર્દીઓએ કોરોના ને માત આપી,31 લોકોનાં મોત..

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 477 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે રાજ્યમાં 321 દર્દીઓએ કોરોનાને લપડાક મારીને જંગ જીતી લીધી છે. જોકે, આ બધાની વચ્ચે રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુદર ચિંતાનો વિષય બન્યો છે. આજે પણ છેલ્લા 24 કલાકાના ડેટા મુજબ 31 લોકોના દુ:ખદ નિધન થયા છે.

રાજ્યમાં અમદાવાદ કોરોનાનું કબ્રસ્તાન બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અહીંયા છેલ્લા 24 કલાકમાં 24 લોકોનાં મોત થયા છે જ્યારે 346 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35, મહેસાણામાં 1, ગાંધીનગરમાં 4, ભાવનગરમાં 3. બનાસકાંઠામાં 2, અરવ્લીમાં 4, સાબરકાંઠામાં 5, પંચમહાલમાં 4, કચ્ચમાં 1, ખેડામાં 1, જામનગરમાં 5, ભરૂચમાં 2, ગીરસોમનાથમાં 1, સુરેન્દ્રનગરમાં 6, જૂનાગઢમાં 4, નવસારીમાં 2, અમરેલીમાં 2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ 31 વ્યક્તિના 24 કલાકમાં દુ:ખદ નિધન થયા છે. જેમાં અમદાવાદમાં 24, સુરત-ગાંધીનગરમાં 02, સાબરાકાંઠા, પંચમહાલ અને રાજકોટમાં 1 વ્યક્તિનું મોત થયું છે.

રાજ્યમાં અત્યારસુધી કુલ 1280 લોકોનાં મોત થયા છે જેમાંથી અમદાવાદમાં જ 1000 કરતાં વધુ મોત થયા છે.

રાજ્યમાં આજે સાંજે ડિસ્ચાર્જ થયેલા લોકોના ડેટા જોઈએ તો સૌથી વધુ અમદાવાદમાં 218, સુરતમાં 57, વડોદરામાં 28, કચ્છમાં 5, મહેસાણામાં 3, વલસાડમાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1, પંચમહાલમાં 1 અને રાજકોટ તેમજ સાબરકાંઠામાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 5330 દર્દી હાલમાં પણ કોરોનાના એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે. જેમાં 59 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 13964 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે.

હાલમાં જે દર્દીઓ સારવારમાં છે તેમાંથી કુલ 5271 દર્દીઓ સ્ટેબલ છે પરંતુ કોરોના વાયરસના દર્દીઓના ડેટા જોતા વેન્ટિલેટર પર ગયેલા દર્દીઓની ચિંતા કરવી રહી

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.