છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 412 પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 27 દર્દીનાં મોત..

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 412 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 16,365 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 27 દર્દીનાં મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1007 થયો છે.

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 621 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 9,230 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 284 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12, અરવલ્લીમાં 6, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3, આણંદ, પાટણ, જામનગર, છોટાઉદેપુરમાં 2-2, ભાવનગર, મહીસાગર, કચ્છ, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્યના 2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1007 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 62 લોકો વેન્ટિલેટર પર છે તો 6057 લોકો સ્ટેબલ છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *