હાલ માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અગાઉ પ્રચાર નું કાર્ય વેગવંતુ બન્યું છે ત્યારે ઘણા કિસ્સા માં એકજ પરિવાર માં બે વિરોધી પાર્ટી માંથી પ્રચાર થતો હોવાના કિસ્સા પણ જાણવા મળ્યા છે ઘર માં એક અને બહાર નીકળતા જ બે અલગઅલગ પક્ષ ના પ્રચાર માં જોડાતા હોવાના કિસ્સા ઘણા છે જેમાં એક ઉદાહરણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે
જેમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપમાંથી પ્રચાર કરે છે તો બહેન નયનાબા જાડેજા કોંગ્રેસ માંથી પ્રચાર કરી રહ્યા છે તેઓ સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં પ્રચાર કરી રહયા હોવાનું નજરે પડી રહ્યું છે.

નયનાબા જાડેજા જામનગરમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહી રહ્યા છે. તેઓ જામનગર ના હોવાથી ત્યાં પ્રચાર કરવાનું પસંદ કર્યું છે. તેઓ ના મતે રાજકારણ તે રાજકારણની જગ્યાએ હોય, પક્ષના હિતમાં કામ કરવાનું હોય છે.
જ્યારે પરાવારીક સબંધો તેની જગ્યા એ હોય છે. કારણ કે નણંદ રિવાબા ભાજપ માંથી પ્રચાર કરી રહ્યા છે, તેઓ ઘર માં હોય ત્યારે રાજકારણની ચર્ચા પણ કરતા નથી તેમ જણાવ્યું હતું.