કુંકાવાવ તાલુકાનાં ખજૂરી પીપરિયા ગામે આજ ગામના મહેશભાઈ ભુવા જેઓ હાલ સુરત રહે છે એમની સાથે સંકલન કરીને મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલ સુરત સ્થાયી છે એવા ડો.હરેશભાઇ ઇટાળીયા(મૂળ વતન ભીંગરાડ),ડો.મિતુલભાઈ ઘેવરિયા(મૂળ વતન કોબડી) અને હિંમતભાઈ કાનાણી (મૂળ વતન આંસોદર) નાઓ એ ખજૂરી પીપરીયા ગામે સવારે 9 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી ગ્રામજનો માટે પોતાના ખર્ચે કેમ્પ યોજ્યો હતો.જેમાં જરૂરી મેડિસિન અને મેડિકલ ઇકપિવમેન્ટ પોતે એમના ખર્ચે લઈને જ આવેલા.
ડો. હરેશભાઇ ઇટાળીયા , ગામ ભીંગરાડ
ડો. મિતુલ ઘેવરિયા ,ગામ કોબડી
હિંમત મગનભાઈ કાનાણી, ગામ આંસોદર
ડો. હરેશભાઈ ઇટાળીયા પોતે સુરતમાં ચીકુવાડી વિસ્તારમાં શિવમ કલીનીક નામથી પોતાનું ક્લીનિક ચલાવે છે,ડો. મિતુલભાઈ ઘેવરિયા પણ નોકરી કરે છે એ છોડી અને હિંમતભાઈ કાનાણી પોતાની ઓફિસ બંધ કરીને સૌરાષ્ટ્રમા વતન નું ઋણ ચૂકવવા માટે આવેલ છે
આ કેમ્પ મા ગ્રામજનો એ ખૂબ સારી રીતના જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવીને સહયોગ આપીને પોતાનું ચેકઅપ કરાવ્યું હતું અને જેમને સામાન્ય તાવ,શરદી,ઉધરસ હતી એમને પોતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને જેમને કોરોના ના લક્ષણ હતા એવા 170 થી વધુ ગ્રામજનોને તપાસી અને જરૂરી મેડિસિન સુરત થી આવેલી ટીમે આપી અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
ખૂબ જ હૂંફ આપીને સમજાવીને ડોકટરની આ ટીમે ગ્રામજનોને કોરોના વેકશીન લેવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું અને ગ્રામજનોને કોરોના બાબતે જાગૃત કર્યા હતા અને એની સામે લડવા માટે પ્રેરક બળ પૂરું પાડ્યું છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…