મધ્યપ્રદેશના દમોહમાં જૈન તીર્થ બેલાગ્રામમાં એક મુનિ સુદ્ધાંત સાગરે 25 વર્ષની તપસ્યા છોડી હવે ગૃહસ્થ જીવન અપનાવવાનો નિર્ણય કરી લીધો છે.
આ આશ્રમમાં છ દિવસ અગાઉ જ આવેલી મહિલાની સાથે મુનિ ને સંબંધ હોવાની શંકા ઉભી થતા અન્ય મુનિઓએ વાંધો ઉઠાવતા મામલો ગરમાયો હતો અને સુદ્ધાંત સાગરે આરોપ લગાવ્યો કે મહિલા સાથે સામાન્ય વાતચીત થતી હતી પણ હવે બદનામી થઈ ગઈ છે
તેથી ગૃહસ્થ જીવન સ્વીકારીને કપડાં પહેરી લઈશ. મહિલાની સાથે જ જીવન પસાર કરીશ. આવી જાહેરાત બાદ સાગરે પોલીસ સ્ટેશનમાં જ સામાન્ય લોકોની જેમ કપડાં પહેરી લીધા અને પ્રજ્ઞા દીદી નામની મહિલા સાથે રવાના થઈ ગયા.
સુદ્ધાંત સાગરનો આરોપ છે કે બંનેના સંબંધને લઈને આશ્રમના લોકોએ તેમને માર મારીને તેમની પિછવાઈ અને કમંડળ ઝુંટવી લીધા હતા. જીવ બચાવવા માટે મુનિ મહિલાની સાથે પોલીસ સ્ટેશન ગયા અને ગૃહસ્થ જીવન અપનાવવાની જાહેરાત કરી દીધી. તો બીજી તરફ આશ્રમના લોકોએ તેમની સાથે કોઈ પણ પ્રકારની મારામારી કરી ન હોવાનું જણાવ્યું છે.
મુનિ સિદ્ધાંત સાગર છેલ્લાં ઘણાં દિવસોથી જૈન તીર્થ બેલાગ્રામમાં રહેતા હતા. આશ્રમના લોકો જણાવે છે કે છેલ્લાં 25 વર્ષ પહેલાં તેઓએ દીક્ષા લીધી હતી. તેઓ બેલાગ્રામમાં સિદ્ધાંત સાગર મહારાજની નિશ્રામાં સાધના કરતા હતા. સુદ્ધાંત સાગર મંગળવારે રાત્રે હિંડોરિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી આ મહિલા આગરા ની હોવાનું જાણવા મળ્યું છે.