અમદાવાદના વિરાટનગરમાં પ્રચાર માટે ગયેલા કોંગ્રસ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ રાંધણ ગેસના વધેલા ભાવો નો વિરોધ કરવા ગેસ ના સિલિન્ડર પર બેસીને સભાને સંબોધિત કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સંબોધનમાં વધતી જતી મોંઘવારીના મુદ્દે ભાજપની સરકાર પર પ્રહારો કર્યાં હતાં.
વિપક્ષના નેતા પરેશ ધાનાણી અલગ અંદાજ માં વિરોધ કરવા માટે જાણીતા છે અને અગાઉ પણ આવા ફોટો અને વિડિઓ વાયરલ થતા રહે છે. ક્યારેક સીટી બસ ચલાવતા, ક્યારેક પુરીઓ તળતા ક્યારેક સ્કૂટર કે બાઇક ચલાવતા વિડીયો વાયરલ થયેલા છે. અને દરેક વખતે આ વાયરલ વીડિયો થકી ચર્ચામાં રહેતા હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી એ અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડર પર બેસી સભા સંબોધી હતી. હાલમાં પેટ્રોલના ભાવ 86 રૂપિયા અને ડીઝલના ભાવ 83 રૂપિયા જ્યારે રાંધણગેસ સિલિન્ડર ના ભાવ 770 રૂપિયા થઈ ગયા છે. ત્યારે પરેશ ધાનાણીએ વધતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કરી સરકાર ની ઝાટકણી કાઢી હતી.