જો તમને સાંધામાં દુઃખાવો થાય છે તો કરો આ પ્રાણાયમ….

માંસપેશીઓ અને સાંધામાં દુખાવો પણ હવે સામાન્ય વાત બની ગઇ છે કારણ કે શારીરિક પ્રવૃતિઓ વગર શરીર સ્ફુર્તીલુ રહેતું નથી. જો કે, સાંધામાં દુખાવો હોવાના બીજા કારણ પણ હોઇ શકે છે. એ વાત અલગ છે કે દવાઓના ઉપયોગથી દુખાવામાં થોડાક સમય માટે રાહત મળે છે પરંતુ તેનો પ્રાકૃતિક ઉપચાર યોગમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક સરળ યોગાસનથી દુખાવામાં તુરંત રાહત મળી શકે છે. તો જાણો, દુખાવો દૂર કરવા માટે કયા આસનો લાભદાયી સાબિત થઇ શકે છે.

પ્રાણાયમ :
પ્રાણાયમ કરવા માટે કોઇ ફ્લેટ જગ્યા પર ચટાઇ પાથરીને પલાઠી મારીને બેસી જાઓ. હવે ડાબા નાકને દબાવીને જમણા નાકથી શ્વાસ અંદર લો અને બંને નાકથી શ્વાસને બહાર નિકાળો. સાંધાના દુખાવાથી પીડાતા લોકોને પ્રાણાયામ કરવાથી આરામ મળે છે. સવાર-સવારમાં સાધારણ પ્રાણાયામ કરવાથી આ સમસ્યા ધીમે-ધીમે દૂર થઇ જશે.

સેતુબંધાસન :
સેતુબંધાસન માટે પીઠના બળે સૂઇ જાઓ અને પોતાના બંને હાથ શરીરની બાજુમાં રાખો. હવે હથેળી જમીનને સ્પર્શીને રાખો ઘૂંટણ વાળો જેથી પગના તળિયા જમીનને સ્પર્શે. હવે તમે સેતુબંધાસનની પ્રારંભિક સ્થિતિમાં છે. હવે ધીમે-ધીમે શ્વાસ લેતા પોતાની કમરને જેટલી શક્ય હોય તેટલી ઉપર ઉઠાવો, જેનાથી તમારું શરીર એક સેતુ એટલે કે પુલ આકારમાં આવી જાય. હવે આ જ સ્થિતિમાં સામાન્ય રીતે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરો. 10 થી 30 સેકેન્ડ સુધી આ મુદ્રા જાળવી રાખો. હવે શ્વાસને બહાર કાઢતા કમરને પાછી નીચે લાવી દો. અને આરામ માટે શવાસનની મુદ્રામાં આવી જાઓ.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *