માસિક આવક 21 હજાર રૂપિયાથી ઓછી હોય તેને મળશે આ યોજના નો લાભ..

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે લગભગ 72 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. જોકે, લોકડાઉન હજી સંપૂર્ણ પણે ખુલ્યું નથી. આ મહામારીથી લોકોને બચાવવા માટે સતત પગલાં ભરી રહી છે.

ત્યારે કેન્દ્ર સરકારે આઈએસઆઈસી યોજના અંતર્ગત કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને તબીબી સેવાઓને વધારે સારી બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે.તેમજ ESICને એ પણ જાહેરાત કરી હતી કે લોકડાઉનના પગલે જે કંપનીઓ કર્મચારીઓના વાર્ષીક એકમુશ્ત અંશદાન જમા ન કરાવી શકે તો તેમના કર્મચારીઓની મેડિકલ સુવિધા રોકવામાં નહીં આવે.

જરૂરિયાત પડવા ઉપર ESICએ પોતાના લાભાર્થીઓને ICMR દ્વારા માન્યતા પ્રાપ્ત લેબથી covid-19ની ટેસ્ટ કરવાની અનુમતિ છે.
રાજ્ય/કેન્દ્રની ચિકિત્સા પ્રાધિકરણોએ સારા સમનવ્ય માટે દરેક ESIC ઓફિસમાં એક નોડલ અધિકારીઓને બેસાડવામાં આવ્યા છે.આ અઉપરાંત ગૃહમંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલી દિશા-નિર્દેશોના ESIC હોસ્પિટલોમાં સંપૂર્ણપણે નિભાવવામાં આવી રહી છે.

ESIC યોજનાનો લાભ એવા કર્મચારીઓને મળે છે કે જેમની માસિક આવક 21 હજાર રૂપિયાથી ઓછા હોય. જે ઓછામાં ઓછી 10 કર્મચારીઓવાળી કંપનીમાં કામ કરતો હોય. આ પહેલા વર્ષ 2016 સુધી માસિક આવકની સીમા 15 હજાર રૂપિયા હતી. જે 1 જાન્યુઆરી 2017થી વધારીને 21000 રૂપિયા કરવામાં આવી હતી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *