જ્યાં સુધી શાળા કે કોલેજોનું શૈક્ષણિક કાર્ય વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી માટે વાલીઓ કે વિદ્યાર્થીઓ પર દબાણ ન કરવાની ગુજરાત સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન છતા પણ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ફી નહીં ભરો તો ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની અને પ્રવેશ રદ્દ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત સિન્ડીકેટ મેમ્બર ભાવેશ રબારી દ્વારા નર્મદ યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપીને તાનાશાહી કરતી કોલેજોને પરિપત્ર મોકલીને યોગ્ય પગલા લેવા માટે માંગ કરવામાં આવી છે.
asવીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પ્રથમ વર્ષના પ્રવેશ કન્ફોર્મ કરતી વખતે કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી ન લેતા માત્ર ટોકન ફી લઈને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે પણ સિન્ડીકેટ મેમ્બર દ્નારા માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટીની લોલમલોલ કામગીરી તેમજ પોતાની સત્તા બચાવવા કામ કરી રહ્યા હોય અને કોઈ પણ નિર્ણય લેવામાં સક્ષમ ન હોય તેવા તંત્ર વિરુદ્ધ સુરત શહેર NSUI દ્વારા જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.