જો પ્રમુખસ્વામી મહારાજ ન હોત તો કોણ જાણે ગામમાં કેટલીયે લાશો ઢળી ગઈ હોત!! જાણો આવું કોણે કહ્યું હતું…

બોટાદ પાસે આવેલા રોહીશાળા ગામમાં એક નાની સરખી બાબતમાં આવેશમાં આવીને એક યુવાને ગામના સજન અમરશીભાઈનું ખૂન કરી નાખ્યું. મામલો આખા ગામને લોહિયાળ આંતરયુદ્ધમાં ધકેલી દે તેવો બન્યો હતો. વેરની સામે વેરની વસૂલાતની વૃત્તિથી ગામ ધગધગી રહ્યું હતું. ત્યારે અમરશીભાઈના યુવાન પુત્ર જસમતને સ્વામીશ્રીએ કહ્યું હતું: ‘ તું શાંતિ રાખજે. આપણે વેર નથી રાખવું. તારા બાપુજી તો ધામમાં જ ગયા છે , અને હું તારા માટે બેઠો છું. ચિંતા કરીશ નહીં . કોર્ટમાંથી કેસ કાઢી નાખજો. પેલાને ક્ષમા આપી દેજો. તારી માતાને પણ કહેજે કે માફ કરી દે. ”

સ્વામીશ્રીના આ વચને , ભાવનગરની કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ એ ગ્રામીણ ખેડૂત મહિલાએ પોતાની નજર સામે પતિનું ખૂન કરનારને ક્ષમા આપી દીધી ! સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ સ્વામીશ્રીએ જાતે ગામમાં આવીને ગામના બે પક્ષોને સતત બે દિવસ સુધી સમજાવીને શાંત કર્યા, પરસ્પર ક્ષમાની ભાવના સિંચીને વેરના ભડભડતા હુતાશનમાં સળગતા ગામને ઉગારી લીધું. એ ઘટનાના સાક્ષીઓ આજેય કહે છે : ‘ જો પ્રમુખસ્વામી મહારાજ ન હોત તો કોણ જાણે ગામમાં કેટલીયે લાશો ઢળી ગઈ હોત ! ‘ તા . ૧૭-૧૦-૧૯૯૭ ના રોજ સ્વામીશ્રીએ સુરતમાં બનેલા એક પ્રસંગના સમાધાન માટે બે જૂથને ગોંડલમાં એકત્રિત કર્યા હતા . ત્રણેક વર્ષ પહેલાં ક્ષત્રિયો અને પટેલ જૂથની વચ્ચે થયેલી તકરાર લોહિયાળ બની ગઈ હતી

પરસ્પર બદલો લેવાની આગમાં સળગતાં આ બંને જૂથને સ્વામીશ્રી સમાધાન માટે સમજાવી રહ્યા હતા. બપોરે જમ્યા પછી સ્વામીશ્રી પોણા ચાર વાગ્યા સુધી સૌ સાથે બેઠા અને સમજાવટથી સૌને સમાધાનની ભૂમિકા પર લઈ આવ્યા. સૌ ઊભા થવા જતા હતા ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : ‘ હજી પત્યું નથી . બધા પાંચ મિનિટ બેસો . વેરઝેર ભૂલી જવું એ કરોડ રૂપિયા બરાબર છે. તમે બુધા અક્ષર દેરીમાં આવ્યા છો. આ દેરી પ્રતાપી છે . તમારે સહેજે જ અહીં સમાધાન થયું છે. તમે અહીં આવ્યા એમાં અમે રાજી. હવે ભવિષ્યમાં એકબીજાની આંટી કે રાગ – દ્વેષ છે એ ભૂલી જવાં. વેરથી વેર વધે છે. હવે એ રામકાણ કાઢવી નહીં. જેને જે ભોગવવાનું આવ્યું છે એ ભોગવી લેવું .

હવે આ સંબંધી વાતો કાઢીને વટ કરવાની જરૂર નથી. ભવિષ્યમાં સાથે બેસાય ને સૌ સુખી થાય એવું કરવું. આવા પ્રસંગોમાં શૂરવીરતાનું કામ નથી. એમાં તો એક ધામમાં ગયો ને પાછા પાંચ જાય! આમાં તો સમાધાન થવું જોઈએ. ’ પરસ્પર ક્ષમા અપાવીને શાંતિનો માર્ગ ચીંધતા સ્વામીશ્રીએ બંને પક્ષની મુખ્ય વ્યક્તિઓને ભેગી કરી ને જાતે જ મીઠાઈ ખવડાવી મોં મીઠાં કર્યા . એક અંતહીન વેર – ઝેરને શાંતિના કિનારે પહોંચાડીને જ સ્વામીશ્રીને ટાઢક વળી.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.