શાલ વેચનાર રાજ કુંદ્રા કેવી રીતે બન્યો અબજોપતિ, જાણો ક્યા ક્યા કૌભાંડો કર્યા…

હાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ કેસના મામલે ધરપકડ કરવામાં આવી છે. રાજ કુન્દ્રા એ સમયે હાઇલાઇટમાં આવ્યા જ્યારે તેમણે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા, રાજના આ બીજા લગ્ન છે. રાજ કુંન્દ્રાનો બસ કંડક્ટરના દિકરાથી અબજોપતિ બનવાનો સફળ ઘણો રસપ્રદ છે, ચાલો જાણીયે…

રાજ કુંદ્રાનો જન્મ લંડનમાં થયો હતો. કોલેજ ડ્રોપઆઉટ કુંદ્રાએ 18 વર્ષની ઉંમરે નેપાળની પ્રખ્યાત પશ્મીના શોલનો બિઝનેસ શરૂ કર્યો અને લંડનના ફેમસ શો રૂમમા વેચાણ શરૂ કર્યુ, ત્યારબાદ દુબઇમાં હીરાના બિઝનેસમાં કિસ્મત અજમાવી. આ કિંમત ચાલી જતા તેણે બોલીવુડ ફિલ્મના પ્રોડક્શનમાં રૂપિયા લગાવ્યા, એવુ મનાય છે કે તેમની બ્રિટનમાં 10 કંપનીઓમાં હિસસેદારી છે જે ટ્રેડિંગ, બાંધકામ, રિયલ એસ્ટેટ, એનર્જી સ્ટીલ, મીડિયા, સ્પોર્ટ્સ અને ગોલ્ડ ટ્રેડિંગનો વેપાર કરે છે. વર્ષ 2004માં બ્રિટનના મેગેઝિને તેમને 198માં ક્રમના સૌથી ધનિક બ્રિટશ એશિયન ગણાવ્યા હતા.

એક રિપોર્ટ મુજબ કુંદ્રા વર્ષ ભરમાં લગભગ 10 કરોડ ડોલરની આસપાસ કમાણી કરે છે. તેમની સંપત્તિ 2800 કરોડ રૂપિયાની આસપાસ છે. છેલ્લા દસ વર્ષમાં તેની સંપત્તિમાં 80 ટકાનો વધારો થયો છે.

શિલ્પા શેટ્ટીને પહેરાવી 4 કરોડની વીંટી

શિલ્પા શેટ્ટી સાથે રાજ કુંદ્રાના આ બીજા લગ્ન છે. સગાઇ વખતે રાજે લગભગ 4 કરોડની વીંટી શિલ્પાને પહેરાવી હતી. રાજ કુદ્રા, દુબઇના બુર્જ ખલીફા, લંડન અને મુંબઇમાં જુહુ બીચ ખાતે વૈભવી ફ્લેટ ધરાવે છે

રાજસ્થાન રોયલ્સમાં ઇન્વેસ્ટમેન્ટ

આ દંપત્તિ રાજસ્થાન રોયલ્સ ક્રિકેટ ટીમમાં પણ રોકાણ કર્યુ છે અને તેના કો-ઓનર્સ હતા. આઇપીએલની પહેલી એડિશનની ટ્રોફી આ ટીમે જીતી હતી પરંતુ સટ્ટાબાજીના રોપમાં તેને આજીવન ક્રિકેટમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. પરંતુ દિલ્હી પોલિસે તેમને ક્લિપ ચીટ આપી છે.

2017માં એક ટેક્સટાઇલ કંપનીએ રાજ કુંદ્રા પર 24 લાખ રૂપિયાની છેતરપીંડિનો આરોપ મૂક્યો.

પોલીસે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. વર્ષ 2018માં કુંદ્રા પર બિટકોઇન કૌભાંડનો આરોપ મૂક્યો છે. પુના પોલિસની ક્રાઇમ બ્રાંચના મતે બોલીવુડના કેટલાક એક્ટર્સ બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે કૌભાંડ આચરી રહયા હતા.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.