PM મોદીનું ધારદાર ભાષણ તૈયાર કરવામાં કેટલો થાય છે ખર્ચ?? RTI કરતા જણાવ્યું કે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરરોજ કોઇક ને કોઇક કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે. તેઓ સંરક્ષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, બજેટ, અર્થતંત્ર સહિતના અન્ય મુદ્દાઓ પર લોકોને સંબોધન કરે છે. આટલું જ નહીં, કોરોનાકાળ દરમિયાનમાં પણ તેઓ વેબિનારને સંબોધિત કરતા જોવા મળ્યા.

લગભગ વડાપ્રધાન મોદી દરરોજ યાત્રા કરી ભાષણ આપતા હોય છે. તેમાં રાજકીય રેલીઓથી લઇ, કોઈ યોજના અથવા કાર્યક્રમને શરૂ કરવી, વિદ્યાર્થીઓને સંબોધિત કરવા અથવા અનેક મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સન્મેલનમાં ભાગ લેવા સુધીના કાર્યક્રમ સામેલ હોય છે. એવામાં પ્રશ્ન થાય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા વ્યસ્ત હોય છે તો તેમના ભાષણો લખે છે કોણ? 

આ પ્રશ્નનો જવાબ મેળવવા ઇંડિયા ટુડે ટીવી દ્વારા વડાપ્રધાન કાર્યાલય (PMO)માં આરટીઆઈ કરવામાં આવી હતી. ઇંડિયા ટુડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ લખનારાઓ અંગે અને તેમની સંખ્યા વિશે જાણકારી માંગી હતી. આ ઉપરાંત ઇંડિયા ટુડેએ આરટીઆઈમાં પ્રશ્ન કર્યો કે વડાપ્રધાન માટે લખવામાં આવતા ભાષણો માટે કેટલી રકમ ચુકવવામાં આવે છે??

RTIના જવાબમાં વડાપ્રધાન કાર્યાલયે પીએમના ભાષણોને તૈયાર કરવામાં ખર્ચ થતી રકમ અંગે કોઈ જાણકારી આપી નથી. જવાબમાં કહેવામાં આવ્યુ છે કે વિભિન્ન સ્ત્રોતો પાસેથી ઇનપુટ મેળવ્યા પછી, વડાપ્રધાન પોતાના ભાષણને અંતિમ સ્વરૂપ આપે છે.

PMOએ RTIના જવાબમાં જણાવ્યું કે ઇવેન્ટની પ્રકૃતિના આધારે એટલે કઇ પ્રકારની ઇવેન્ટ છે, તેના આધારે વિભિન્ન વ્યક્તિ, અધિકારી, વિભાગ, સંસ્થાઓ, સંગઠન વગેરે પીએમના ભાષણ માટે ઇનપુટ આપે છે. ત્યારબાદ પીએમ પોતે આ ઇનપુટ્સને આધાર બનાવી પોતાના ભાષણને અંતિમ સ્વરુપ આપે છે. 

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.